Site icon Gujarat Mirror

મંત્રણા પડી ભાંગતા શેરબજારમાં ભયનું લખલખુ : સેન્સેક્સ-નિફ્ટીમાં ગાબડાં

 

અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. પાકિસ્તાનમાં શાંતિ મંત્રણા નિષ્ફળ ગયા બાદ ક્રૂડ ઓઈલના ભાવમાં અચાનક ઉછાળો આવતાં શેર બજારમાં હાહાકાર મચી ગયો હતો. આજે સવારે ભારતીય શેરબજાર ખુલતાની સાથે જ ક્રેશ થઈ ગયું.

જાર ખુલતાની સાથે જ સેન્સેક્સ 1300 પોઈન્ટ (1.65%)ના ઘટાડા સાથે 76,270 પર કારોબાર કરી રહ્યો છે. નિફ્ટીમાં પણ 370 પોઈન્ટ (1.56%)નો ઘટાડો છે, તે 23,670 પર આવી ગયો છે. આજના કારોબારમાં સરકારી બેંકના શેરોમાં વેચવાલી જોવા મળી રહી છે. ઇન્ડિગો, બજાજ ફાઇનાન્સ અને એશિયન પેઇન્ટ્સથી લઈને HDFCબેંક સુધીના શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો.

શેરબજારમાં આવેલા આ ભૂકંપના આંચકા વચ્ચે સમગ્ર બોર્ડમાં અરાજકતા પ્રવર્તતી દેખાઈ. BSEની લાર્જ-કેપ કેટેગરીમાં સમાવિષ્ટ તમામ 30 શેર રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. સૌથી વધુ અસરગ્રસ્ત શેરોમાં, ઇન્ડિગો (4% નીચે), મારુતિ (3%), બજાજ ફાઇનાન્સ (2.90%), SBI (2.80%), રિલાયન્સ (2.70%) અને HDFC બેંક (2.60%)ના શેરો નોંધપાત્ર નુકસાન સાથે ટ્રેડ થઈ રહ્યા હતા.

ચાંદીમાં 6000 અને સોનામાં 1200 રૂપિયાનો ઘટાડો
શેરબજારની સાથે સાથે સોના ચાંદી માર્કેટમાં પણ આજે ઘટાડો જોવા મળ્યો હતો માર્કેટ ખુલતા ની સાથે જ સોનામાં 1200 રૂૂપિયા અને ચાંદીમાં 6000 રૂૂપિયાનો ઘટાડો નોંધાયો હતો. વાયદા બજારમાં ચાંદીનો ભાવ 238100 જોવા મળી રહ્યો છે જ્યારે રાજકોટમાં ચાંદીનો ભાવ 246500 અને સોનાનો ભાવ 154345 જોવા મળી રહ્યો છે.

Exit mobile version