સોનામાં 1100 અને ચાંદીમાં 3750નો ઘટાડો
અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી યુદ્વની સ્થિતિ નિર્માણ થઈ હોવા છતાં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સમજૂતીને તોડી નાખ્યા બાદ ઈરાન પર હુમલાઓ શરૂૂ કર્યા બાદ આ હુમલા ફરી યુદ્વ નહીં સમજવા અને ઈરાન સાથે વાટાઘાટ ચાલુ રહેશે એવું નિવેદન કરીને ફેરવી તોળાતા આજે વૈશ્વિક બજારોમાં કંઈક અંશે હાશકારો થયો હતો. ભારતીય શેરબજારમાં પણ સેન્સેક્સ 800 પોઇન્ટના ઉછાળા સાથે અત્યારે ટ્રેડ કરી રહ્યો છે.
આજે શરૂૂઆતથી જ બજારે મોમેન્ટમ પકડી લેતા મોટા ભાગના શેરમાં ખરીદી જોવા મળી છે. સેન્સેક્સ 800 અંક વધતા 77500 ની સપાટી વટાવી હતી જ્યારે નિફ્ટી 250 અંક વધ્યા બાદ નિફ્ટી 24200 ને પાર થયો હતો.
બેંક નિફ્ટીમાં આજે 700 પોઇન્ટની અને મીડ કેપ નિફ્ટીમાં 725 પોઇન્ટની તેજી જોવા મળતા ચોતરફ ખરીદી જોવા મળી રહી છે. આજે મેટલ આઈ ટી અને મીડિયા ના શેરમાં તેજી જોવા મળી છે. દરમિયાન સોનામાં 1100 અને ચાંદીમાં 3700 રૂૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે

