રાષ્ટ્રીય

શેરબજારમાં તેજી: સેન્સેક્સમાં 1361 અંકનો ઉછાળો

Published

on

આવતીકાલે RBI વ્યાજદર યથાવત્ રાખવાના આશાવાદે બજાર બંપર ભાગ્યું

શેરબજારમાં મોર્નિંગ સેશનમાં નેગેટિવ ટ્રેન્ડ બાદ બપોરના સેશનમાં ફરી પાછી તેજી આવી છે. સેન્સેક્સ મોર્નિંગ સેશનમાં 488 પોઈન્ટનો કડાકો નોંધાવ્યા બાદ બપોરના ટ્રેડિંગ સેશનથી પુરઝડપે દોડી રહ્યો છે. 2.33 વાગ્યે આજે બપોર 2:30 વાગ્યે 1361 પોઈન્ટ ઉછળી 82296 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે નિફ્ટી પણ 344.65 પોઈન્ટ ઉછળી 24812.10 પર ટ્રેડ થઈ રહ્યો હતો.


બીએસઈ ખાતે આજે અત્યારસુધીમાં 230 શેર્સ વર્ષની ટોચે અને 11 શેર્સ વર્ષના તળિયે પહોંચ્યા છે. 385 શેર્સમાં અપર સર્કિટ અને 197 શેર્સ લોઅર સર્કિટ વાગી છે. એફઆઈઆઈ દ્વારા સળંગ ત્રણ દિવસથી રોકાણનો બજારને ટેકો મળ્યો છે. આઈટી અને ટેક્નોલોજી શેર્સની ડીમાન્ડ વધી છે. સેન્સેક્સ પેકમાં એનટીપીસી સિવાય તમામ શેર્સમાં ઉછાળો નોંધાયો હતો.


શેરબજારમાં આજે નિફ્ટી એફએન્ડઓ એક્સપાયરી હોવાથી સેટલમેન્ટના કારણે સવારે માર્કેટ નેગેટિવ ઝોનમાં ખૂલ્યું હોવાનું તારણ માર્કેટ નિષ્ણાતો આપી રહ્યા છે.


બીજી તરફ આરબીઆઈ આવતીકાલે મોનેટરી પોલિસીની જાહેરાતમાં સતત 11મી વખત વ્યાજના દરો જાળવી રાખશે તેવા અહેવાલોના પગલે પણ શેર્સમાં ખરીદી વધી છે. ઈન્ફોસિસ, ટીસીએસના શેર્સ 3 ટકાથી વધુ ઉછાળા સાથે સેન્સેક્સ પેકના ટોપ ગેનર બન્યા છે. 2.36 વાગ્યે ઈન્ફોસિસ 3.05 ટકા, ટીસીએસ 2.96 ટકા, ટાઈટન 2.98 ટકા, બજાજ ફાઈનાન્સ 2.28 ટકા ઉછળ્યા છે. એચસીએલ ટેક પણ 2.18 ટકા ઉછળ્યો છે.


એફએન્ડઓ એક્સપાયરી સેટલમેન્ટ તેમજ ટ્રમ્પની શપથવિધિ બાદ સેક્ટર પર સકારાત્મક અસરોની અટકળો વચ્ચે આઈટી અને ટેક્નોલોજી શેર્સમાં આજે આકર્ષક ખરીદી જોવા મળી હતી. આઈટી ઈન્ડેક્સ 1.45 ટકા અને ટેક્નોલોજી ઈન્ડેક્સ 1.44 ટકા ઉછાળે ટ્રેડ થઈ રહ્યો છે. બેન્કિંગ શેર્સમાં પણ ખરીદી વધી છે. બેન્કેક્સ 0.73 ટકા ઉછળ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version