ક્રૂડના ભાવ ઘટતા અને રૂપિયો મજબૂત થતા શેરબજારમાં તેજી

યુરોપના માર્કેટ સ્ટેબલ ખુલતા બપોર બાદ ભારતીય શેર બજારમાં પણ ખરીદીનો માહોલ જોવા મળ્યો છે. આજે બપોરે 3 વાગે સેન્સેક્સ અને નિફ્ટીમાં ખરીદી જોવા મળી…

યુરોપના માર્કેટ સ્ટેબલ ખુલતા બપોર બાદ ભારતીય શેર બજારમાં પણ ખરીદીનો માહોલ જોવા મળ્યો છે. આજે બપોરે 3 વાગે સેન્સેક્સ અને નિફ્ટીમાં ખરીદી જોવા મળી હતી. સેન્સેક્સ 480 અંક અને નિફ્ટી 145 અંક ઉપર જોવા મળી હતી.

જોકે આજે માર્કેટમાં બેન્કિંગ સ્ટોકમાં ભારે ખરીદી જોવા મળી હતી ઘણા લાંબા સમય બાદ બેંક નિફ્ટીમાં ચો તરફ ખરીદીનો માહોલ સર્જાતા તમામ બેન્કિંગના શેર ભાગ્યા હતા. આજે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા એક્સિસ બેન્ક, ફેડરલ બેંક, આઈ સી આઈ સી આઈ બેંક માં ભારે તેજી જોવા બળી હતી. લગભગ બે મહિના પછી બેંક નિફ્ટીમાં 1250 પોઇન્ટ ની જોરદાર તેજી જોવા મળી છે. હાલ બેંક નિફ્ટી 55296 સુધી પહોંચી છે.
બીજી બાજુ ડોલરમાં ભારતનો રૂૂપિયા29 પૈસા સુધર્યો છે અને વિશ્વભરમાં ક્રૂડના ભાવ ઘટ્યા છે. અમેરિકા કરોડ 89 ડોલરે પહોંચ્યું છે તો બ્રેન્ડ ક્રુડ 92 ડોલરની સપાટીએ આવી ગયું છે. જેને કારણે આજે બેન્કિંગ શેરોમાં પણ તેજી જોવા મળી છે.