ફાર્મા કંપનીના શેરોમાં ભારે ખરીદીના પગલે પાંચ દિવસ બાદ શેરબજારમાં 525 પોઇન્ટ સેન્સેકસ સુધર્યો: ચાંદીમાં 2000 રૂપિયાનો વધારો નોંધાયો
છેલ્લા ચાર દિવસથી શેરબજાર પટકાયા બાદ આજે શેરબજારમાં શાનદાર તેજી સાથે શરૂઆત થઇ હતી. સેન્સેકસ અને નીફટીના મોટા ભાગના શેરમાં ખરીદી જોવા મળી હતી. આજે સવારના પ્રથમ સત્રમાં જ સેન્સેકસ 525 પોઇન્ટ વધ્યો હતો. જયારે નીફટીમાં 165 પોઇન્ટનો વધારો નોંધાયો છે.બે સપ્તાહ પહેલા શેર બજારે નવી ઉંચાઇ સર કર્યા બાદ ગત સપ્તાહમાં શેરબજારમાં વેચવાલીનું પ્રભુત્વ રહ્યું હતું. બેંકીંગ, ઓટો, ફાર્મા, રીયલ્ટી સહીતના શેરોમાં ભારે વેચવાલી જોવા મળ્યા બાદ વૈશ્ર્વિક સુધારાના પગલે તેમજ અમેરીકી માર્કેટમાં ડાઉ જોન્સ ને નાસ્ડેકમાં પોઝીટીવ ટોનને કારણે આજે શેરબજારમાં 525 સેન્સેકસ વધતા સેન્સેકસ 85030 પર પહોંચ્યો છે. જયારે નીફટી 165 પોઇન્ટ વધીને 25970 ઉપર પહોંચ્યો છે.
બેંક નીફટી 200 પોઇન્ટ અને મીડકેપ નીફટી 400 પોઇન્ટ વધ્યો છે. આજે નીફટી ફાર્મામાં ખાસ ખરીદી જોવા મળી હતી.આજે આઇસીઆઇસીઆઇ પ્રુડેન્શીયલ એએમસી આઇપીઓનું પણ શાનદાર લીસ્ટીંગ થયું હતુ. રોકાણકારોને 20 ટકા નફો થયો હતો. જો કે આજે સોના-ચાંદી બજારમાં નબળાઇનો સુર જોવા મળ્યો હતો. સોનામાં 300 રૂા.નો ઘટાડો નોંધાયો હતો. જયારે ચાંદીમાં પ્રતિ કિલોએ 2000 રૂા.નો વધારોે નોંધાયો હતો.

