1-4-2025 થી 3-12-2025 સુધીના કમોસમી વરસાદથી થયેલા નુકસાનની વિગતો કેન્દ્ર સરકારે સંસદમાં શૂન્ય બતાવી છે, જેથી કેન્દ્રીય સ્તરે વધારાની સહાય મળી શકે તેવી તક પણ ગુમાવી દીધી છે. એનો અર્થ ગુજરાતની ભાજપ સરકારે ગુજરાતમાં કમોસમી વરસાદથી થયેલા ભારે નુકસાનની વિગતો કેન્દ્ર સરકારને જણાવી નથી કે શું? સંસદમાં રજુ થયેલા તથા વાસ્તવિક આંકડાઓનાથી ભાજપ સરકારની ખેડૂત, ખેતી અને ગામડા વિરોધી નીતિઓ વધુ એક વખત ખુલ્લી પાડતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા ક્ધવીનર અને પ્રવક્તા ડો. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભારે કમોસમી બિનહિસાબી વરસાદે ખેડૂતોના તૈયાર પાકો, મગફળી, કપાસ, જીરું, ડાંગર વગેરે નો વ્યાપક નાશ કર્યો છે.
સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદે ખેડૂતોને ભારે આર્થિક નુક્સાન પહોંચાડ્યું છે. દિવાળીના બીજા દિવસે ગુજરાતી નવા વર્ષની શરૂૂઆત થાય છે અને તે જ સમયે ખેડૂતો ચોમાસુ પાકની કાપણી શરૂૂ કરે છે, પરંતુ આ વર્ષે સતત વરસાદને કારણે તૈયાર પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે. જેનાથી ગુજરાતના ખેડૂતો અત્યંત કફોડી સ્થિતિમાં મુકાયા છે. વર્ષ 2022માં ખેતીની આવક બમણી કરવાની વાતો કરનાર મોદી સરકારમાં ખેતીનો ખર્ચ બમણો થયો અને આવક અડધી થઈ ગઈ છે. ગુજરાતના 56 લાખ ખેડૂતો પર આશરે 1.62 લાખ કરોડ જેટલું દેવું છે બીજી બાજુ ભાજપ સરકારના અત્યાચારી નિર્ણયોને કારણે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના (PMFBY) વર્ષ 2020 થી બહાર નીકળી ગયા છે.
આના કારણે એક પણ ખેડૂતને વીમાનો લાભ મળ્યો નથી અને એક પણ રૂૂપિયાનું વળતર મળ્યું નથી. કેન્દ્ર અને રાજ્યની ડબલ એન્જીન સરકાર ખેડૂતોના હિતમાં નિર્ણય કરે તેવી માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા ક્ધવીનર અને પ્રવક્તા ડો. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના તાત્કાલિક અમલમાં મૂકવા માટે રાજ્ય સાથે ચર્ચા કરીને તેને પુન:શરૂૂ કરવામાં આવે, જેથી આવનારી ઋતુઓમાં ખેડૂતો સુરક્ષિત રહે. આ વખતની કમોસમી વરસાદની આપદાથી પ્રભાવિત ગુજરાતના ખેડૂતોને વધારાનું કેન્દ્રીય સ્તરે પૂર્ણ વળતર અને સહાય પૂરી પાડવામાં આવે, જેથી તેમનું સંપૂર્ણ નુકસાન ભરપાઈ થઈ શકે અને વધુ આત્મહત્યાઓ અટકે. આ મુદ્દો ખેડૂતોના જીવન-મરણનો છે, તેથી તાત્કાલિક હસ્તક્ષેપ જરૂરી છે.

