સેન્સેક્સ 1750 અંક તૂટતા 73000ની સપાટી તૂટી, નિફ્ટીએ 22700નું લેવલ પણ તોડ્યું
સોનામાં 7500 અને ચાંદીમાં 16000નો ઘટાડો, ડોલર સામે રૂપિયો 94 ભણી
આજે સપ્તાહના પ્રથમ દિવસે જ શેર માર્કેટ ખૂલતાની સાથે ધડામ કરતો નીચે ગબડી ગયુ છે. સેન્સેક્સ નિફ્ટી માં ફરી મોટી અફડાતફડી જોવા મળી છે. અમેરિકા ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધ વધુ રહ્યું છે અને તેના પરિણામે સપ્લાય ચેનને મોટી અસર પડી છે. તેના પ્રત્યાઘાત ભારતીય શેરબજારની સાથે સાથે સોના ચાંદી માર્કેટમાં પણ જોવા મળ્યા છે. સેન્સેક્સ માં 1750 પોઈન્ટ અને નિફ્ટીમાં 560 પોઇન્ટના કડાકા બોલી ગયા છે.તો સોના ચાંદીમાં પણ ભાવમાં ગાબડા પડ્યા છે.
આજે આજે રૂૂપિયા વધુ નબળો પડ્યો છે અને ઓલ ટાઈમ હાઈ એટલે કે ડોલરનો ભાવ 93.94 સુધી પહોંચ્યો છે અને ક્રૂડના વધતા ભાવે આજે શેર માર્કેટમાં ખુલતા ની સાથે જ તમામ સેક્ટરમાં ભારે વેચવાની જોવા મળી હતી. ફોટો મેટલ બેંકના શેર ધરાશયી થયા હતા. સેક્સ અને નિફ્ટીના તમામ મુખ્ય શેરમાં ભારે ધોવાણ જોવા મળ્યું હતું. એક સમયે સેન્સેક્સમાં 1750 પોઇન્ટ નો કડાકો બોલી જતા સેન્સેક્સ એ 73000 ની સપાટી તોડી હતી. તો નિફ્ટીમાં પણ 560 પોઈન્ટ નો કડાકો બોલી જતા 22700 નું સ્તર તૂટ્યું હતું. નિફ્ટીના 50 સ્ટોક માંથી 48 સ્ટોકમાં વેચવાની જોવા મળી હતી. જ્યારે માર્કેટના કુલ શહેરમાંથી 2315 સ્ટોકમાં વેચવાલી અને માત્ર 180 સ્ટોકમાં ખરીદી જોવા મળી હતી.
સેન્સેક્સ અને નિફ્ટીની સાથે સાથે બેન્કિંગ શેરોમાં પણ ભારે ગાબડા પડ્યા હતા. એચડીએફસી બેન્ક ની સાથે સાથે તમામ સરકારી બેન્કોમાં પણ ભારે વેચવાલી જોવા મળી હતી અને બેંક નિફ્ટી 1250 પોઈન્ટ તૂટી ગયો હતો. તો સાથે સાથે મીડકેપ નિફ્ટી 1300 પોઇન્ટ તૂટ્યું છે.
શેરબજારની સાથે સાથે સોના ચાંદી માર્કેટમાં પણ ભારે નેગેટિવ વલણ જોવા મળ્યું હતું. માર્કેટ ખુલતા ની સાથે જ સોનામાં રૂૂ.7500 અને ચાંદીમાં 16000 નું મોટો ઘટાડો જોવા મળ્યો છે. સોનુ શુક્રવારે 144492 પર બંધ આવ્યા બાદ આજે ઘટીને 136409 સુધી પહોંચી ગયું હતું. ચાંદીમાં પણ વેચવાલી નું જોર ફરી જોવા મળ્યું છે. શુક્રવારે ચાંદી 2,26,772 પર બંધ આવી હતી. જે આજે ઘટીને 211729 સુધી પહોંચી હતી. એટલે કે ચાંદીમાં આજે 16000 નું કરેક્શન જોવા મળ્યું છે. રાજકોટની બજારની વાત કરીએ તો ચાંદીનો ભાવ 222200 જોવા મળી રહ્યો છે જ્યારે સોનાનો ભાવ 143500 પર જોવા મળી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 4375 ડોલર પ્રતિ ઔંસ પર આવી ગયું છે જ્યારે ચાંદી 65 ડોલરે આવી ગઈ છે.
દિવસ દરમિયાન ડોલરનો ભાવ રૂૂપિયા ની સામે 94 સુધી પહોંચ્યો છે. ક્રૂડનો ભાવ 108 ડોલરે પહોંચ્યો છે ત્યારે આવનારા સમયમાં જો હજુ પણ તેમાં વધારો થશે તો ભારતની શેર માર્કેટ ઉપરાંત સોના ચાંદી માર્કેટને પણ ભારે અસર કરશે.

