અપહરણ-પોક્સોના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો
ધોરાજીમાં સગીર પુત્રીને ધમકાવી શરીર સબંધની માંગણી કરી અડપલા કરનાર સાવકા પિતાને પોલીસે દબોચી લીધો છે.
આ બનાવ અંગે જાણવા મળતી વિગત મુજબ ધોરાજી પંથકમાં સાવકા પિતાએ પોતાની સગીર વયની સાવકી દિકરીને તેના પુરુષમિત્ર સાથે ફોન પર વાત કરતી હોય જેનું મોબાઈલમાં વોઈસ રેકોર્ડીંગ કરી લીધેલ અને આ રેકોર્ડીંગ ભોગ બનનારની માતાને સંભળાવી દેવાની ધમકી આપી શરીર સબંધ બાંધવા દેવાની માંગ કરી શારિરીક અડપલા કર્યા અંગેની સગીરાના સબંધીએ ધોરાજી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ધોરાજી પોલીસે ટીમો બનાવી પોકેટકોપ તથા ટેકનિકલસોર્સ તથા હ્યુમન સોર્સના માધ્યમથી આરોપીને ઝડપી લીધો હતો.
બીજા બનાવમાં ધોરાજીમાં રહેતા આરોપી વસીમ ઉર્ફે જાવીદ ફિરોજભાઈ કુરેશીએ સગીરાને લગ્ન કરવાની લાલચ આપી તેમજ બદકામ કરવાના ઈરાદે લલચાવી ફોસલાવી ધોરાજીથી રાજકોટ બોલાવેલ તેમજ આજથી ચારેક મહિના પહેલા ભોગ બનનારના ઘરે તેના સાથે શરીર સબંધ બાંધેલ હોય તેમજ અગાઉ અવારનવાર શરીર સબંધ બાંધેલ હોય જે અંગેની ફરિયાદ ભોગબનનારના વાલીએ ધોરાજી પોલીસમાં નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી લીધો હતો.

