જામનગર મહાનગરપાલિકા ની આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટી બેઠક માં ગાર્બેજ કલેક્શન અંગે ના કોન્ટ્રાક્ટ ની દરખાસ્ત વિપક્ષ ના વિરોધ બાદ પેન્ડિંગ રાખવામાં આવી હતી. જ્યારે આજ ની બેઠકમાં કુલ 4 કરોડ 51 લાખ ના વિવિધ ખર્ચ ને બહાલી આપવામાં આવી હતી.
જામનગર મહાનગર પાલિકા ની સ્ટેન્ડીંગ કમિટી ની બેઠક આજે તા. 01-05-2025 ના નિલેશ બી. કગથરા ના અધ્યક્ષ સ્થાને મળેલ હતી. તેમાં કુલ 12 સભ્યો ઉપરાંત મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, કમિશ્નર ડી.એન.મોદી, ડે. કમિશ્નર દેવેન્દ્રસિંહ ઝાલા, સીટી એન્જીનીયર ભાવેશભાઈ જાની, ઇચા. આસી. કમિશ્નર (ટે.) જીજ્ઞેશ નિર્મલ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં. મીટીંગની શરૂૂઆતમાં જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં મૃત્યુ પામનાર સ્વજનો ને 2 મીનીટનું મૌન પાળી શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી.
જામનગર મહાનગર સેવા સદનની ગાર્ડન શાખાના સ્પેશીફીકેશન મુજબના રાઉન્ડ ટ્રી ગાર્ડ ખરીદ કરવા માટે વાર્ષિક રૂૂા. 10 લાખ ના ખર્ચ , સીવીલ વેસ્ટ ઝોન વોર્ડ નં. 1, 6 અને 7 ,અને સેન્ટ્રલ ઝોન વોર્ડ નં. 5, 9, 13 અને 14 માં ગાર્ડન ના હેતુ માટે વોટર ટેન્કર વડે રોડ સાઈડ ટ્રી-પ્લાન્ટેશનમાં પાણી પીવડાવવાના કામ માટે રૂૂા. 7.50 લાખટી તેમજ સીવીલ ઈસ્ટ ઝોન વોર્ડ નં. 10, 11 અને 12 અને સાઉથ ઝોન ના વોર્ડ નં. 8, 15 અને 16 તથા નોર્થ ઝોન ના વોર્ડ નં. 2, 3 અને 4 માં ગાર્ડન ના હેતુ માટે વોટર ટેન્કર વડે રોડ સાઈડ ટ્રી-પ્લાન્ટેશનમાં પાણી પીવડાવવાના કામ માટે.વાર્ષિક રૂૂા. 7.50 લાખ ના ખર્ચ ને મંજુર કરવા આવ્યું હતું. વેટરનીટી કમ એનીમલ સુપરવાઇઝર (ડબ્બા સુપરવાઇઝર) જગ્યા નું સ્પે. એલાઉન્સ આપવા ની કમિશ્નર ની દરખાસ્ત મંજુર કરવામાં આવી હતી.
જામનગર શહેરના સમાણા રોડ ના બ્રિજ ની નજીક રે.સ. નં. 1133/પૈકી-1 થી રે.સ. નં. 924 ને જોડતો બ્રીજ રંગમતી નદી પર બનાવવાના કામ અંગે કમિશ્નર ની રૂૂા. 2,25,55,000 ના ખર્ચ ની દરખાસ્ત નો સૈધ્ધાંતિક સ્વીકાર કરવામાં આવ્યો.હતો.
જામનગર શહેર ઈસ્ટ ઝોન વોર્ડ નં. 9, 10, 11, 12 હેઠળ સમાવિષ્ટ થતા વિસ્તારોમાં ભુગર્ભ ગટર સબંધિત ફરીયાદોનો નિકાલ કરવાનું કામ તેમજ જેટીંગ મશીન દ્વારા સીવર લાઈન વિગેરે સફાઈ કરવાનું કામ માટે રૂૂા. 22.09 લાખ અને જામનગર શહેર વેસ્ટ ઝોન વોર્ડ નં. 5, 6, 7, 8 હેઠળ સમાવિષ્ટ થતા વિસ્તારોમાં ભુગર્ભ ગટર સબંધિત ફરિયાદોનો નિકાલ કરવાનું કામ તેમજ જેટીંગ મશીન દ્વારા સીવર લાઈન વિ. સફાઈ કરવાનું કામ માટે રૂૂા. 12.67 લાખ ના ખર્ચ ને મંજુર કરવામાં આવ્યું હતું.
જ્ઞાનગંગા હેડ વર્કસ માં 20 એમ.એલ.ડી. ફીલ્ટર પ્લાન્ટમાં પ્રાઈમરી ફલોક મોડયુલ નં. 1 તથા નં. 2 માં પી.વી.સી. વર્જીન પાઈપમાંથી પ વી પ કટ કરી ને ચોકઠા બનાવી ને તથા એમ.એસ. સ્ટ્રકચર બનાવી ફીટીંગ કરીને કમ્પલીટ કરી આપવા સુધી ના ન કામ અંગે રૂૂા. 29.97 લાખ , નેવી મોડા રેલ્વે બ્રિજ નીચે થી પસાર થતી ઉડ 1 ની જુની પાણી ની પાઈપ લાઈન સ્ટ્રેન્ધનીંગ કરવાના કામ અંગે કમિશ્નર ની દરખાસ્ત અન્વયે રૂૂા. 136.35 લાખ ના ખર્ચ ને મંજુરી આપવામાં આવી હતી.
જુદા જુદા પ્રકારના વાહનો મારફત શિફ્ટ આધારીત ગાર્બેજ કલેકશનનું કામ , રીફ્યુઝ ટ્રાન્સફર સ્ટેશન નું કેપીટલ કોસ્ટ તથા ઓપરેશન એન્ડ મેઈન્ટેનન્સનું કામ , એમ.આર.એફ. ના માત્ર ઓપરેશનનું કામ (ઝોન-1) (વોર્ડ નં. 1 થી 8) તથા ઝોન-2 (વોર્ડ નં. 9 થી 16) અંગે કમિશ્નર ની દરખાસ્ત પેન્ડીંગ રાખવા નિર્ણય લેવાયો હતો. આમ આજ ની બેઠક માં કુલ રૂૂા. 4 કરોડ 51 લાખ ના જુદા જુદા ખર્ચ ની દરખાસ્તો ને મંજૂરી આપવામાં આવી હતી.

