ગુજરાત
કોપર સેન્ડની બાજુમાં રેન બસેરાનું કામ સ્થગિત કરાવતા સ્ટે.ચેરમેન
હેવન હિલ્સ સહિતની સોસાયટીઓના રહીશોની રજૂઆતને સફળતા સરકાર પાસેથી અભિપ્રાય માંગી આગળની કાર્યવાહી કરાશે
શહેરમાં ક્રાઇમ લોકેશન ઉપર આવાસ યોજના અથવા અન્ય પ્રકારના પ્રોજેક્ટો જેવા કે, ધનાઠ્ય પરિવારોને પરેશાન કરતા હોય તેવા પ્રોજેક્ટનો કાયમી વિરુદ્ધ થતો હોય છે. જેમાં મવડી વિસ્તારમાં જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલ અનેક સોસાયટીની વચ્ચે આવેલા કોમન પ્લોટ ઉપર રેન બસેરાનો પ્રોજેક્ટ બનાવવાની તૈયારીઓ શરૂ કરાતા આજુબાજુના રહેવાસીઓ તેનો વિરુદ્ધ કરી સ્ટેન્ડીંગ ચેરમેન જયમીનભાઇ ઠાકરને આજે રજુઆત કરતા તેઓએ હાલ પુરતું કામ સ્થગિત કરાવી સરકાર પાસે અભિપ્રાય માંગ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. તેવી રહેવાસીઓને ખાતરી આપી હતી.
શહેરના વોર્ડ નં.11માં જીવરાજ પાર્ક વિસ્તારમાં મવડી પોલીસ લાઇનની બાજુમાં આવેલ સીટી ક્લાસીક થતા કોપર સેન્ડ કો.ઓપરેટીવ હાઉસિંગ સોસાયટી તથા હેવન હિલ્સ તેમજ અમી રીસેડન્સી તથા વ્રજ અક્ષર રેસીડેન્સી અને આજુબાજુની અલગ અલગ સોસાયટીઓના રહેવાસીઓએ આજે મહાનગરપાલિકાની સેન્ટ્રેલ ઝોન કચેરી ખાતે સ્ટે.ચેરમેન જયમીનભાઇ ઠાકરને રજુઆત કરી જણાવેલ કે, કોર્પોરેશન દ્વારા આ પ્લોટ સરકારને સુપ્રત કરેલ છે. જેના ઉપર હાલ શ્રમ રોજગાર વિભાગ ગાંધીનગર દ્વારા શ્રમિક લોકો માટેના રહેણાંક બનાવવાનો એટલે કે, રેન બસેરા-શ્રમ બસેરા બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
આથી આ પ્લોટની આજુબાજુના રેસીડેન્સી સોસાયટીઓ તથા હાઇરાજ બિલ્ડિંગ આવેલા હોય અને આ પ્લોટ તમામ સોસાયટીઓની મધ્યમાં હોવાથી શ્રમ બસેરા બન્યા બાદ અહીં રહેતા લોકોને કાયમી ન્યુસન્સનો સમાનો કરવો પડશે. તેવી જ રીતે રેન બસેરામાં આવતા લોકો દ્વારા સ્થાનિક રહેવાસીઓ સાથે કેવા પ્રકારનું વર્તન કરવામાં આવે તે મુદ્દે પણ ભય વ્યપો છે. આ સ્થળ ઉપર મોંઘા ભાવથી ફેલટ તેમજ મકાન લેનાર પરિવારોને કાયમીના માટે રેન બસેરાના લોકો સાથે માથાકુટ સર્જય તેવી ભીતી ઉભી થઇ છે. આથી આ સ્થળ ઉપર રેન બસેરા ન બનાવવામાં આવે અને તેની જગ્યાએ આંગણવાડી, લાઇબ્રેરી, આરોગ્ય કેન્દ્ર અથવા કોયુનીટી વોર્ડ સહિતના પ્રોજેક્ટ બનાવવામાં આવે તેવી અમારી માંગણી છે.
કોપર સેન્ડ સહિતના એપાર્ટમેન્ટ અને સોસાયટીમાં રહીસોઓની રજુઆતના પગલે સ્ટે.ચેરમેન જયમીનભાઇ ઠાકરે જણાવેલ કે, ટીપી સ્કીમ બન્યા બાદ આ પ્લોટ સરકારને સુપ્રત કરવામાં આવ્યું છે અને રેન બસેરા પણ સરકાર દ્વારા બનાવવામાં આવી રહ્યું છે. છતા આપ લોકોની લાગણીને માન આપી આ સ્થળે અન્ય પ્રોજેક્ટ બની શકે કે કેમ? તેમ અંગે સરકાર પાસેથી અભિપ્રાય માંગવામાં આવશે. ત્યાર બાદ આગળની કાર્યવાહી કરાશે અને હાલ રેન બસેરાનું કામ બંધ કરાવવામાં આવશે.
મનપાના અન્ય પ્રોજેક્ટનું શું થશે?
મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.11માં જીવરાજ પાર્ક વિસ્તારમાં રેન બસેરા પ્રોજેક્ટ શરૂ કરતા તેનો વિરુદ્ધ થયો છે અને સ્ટ.ચેરમેન દ્વારા હાલ આ પ્રોજેક્ટ સ્થાગિત કરવાની ફરજ પડી છે. ત્યારે હાલમાં મવડી તથા અન્ય વિસ્તારોમાં મંજુર થયેલ અનેક ટીપી સ્કીમોમાં મળેલા અલગ-અલગ હેતુના પ્લોટ પર રેન બસેરા અથવા આવાસ યોજના સહિતના પ્રોજેક્ટો ભવિષ્યમાં બનાવવાના થશે ત્યારે હાલના વિરુદ્ધ જોતા આગામી વર્ષોમાં મનપાના આ પ્રકારના પ્રોજેક્ટનું શુ થશે? તેવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે.