‘સ્પાઇડરમેન: બ્રાન્ડ ન્યૂ ડે’, ભારતમાં કમાણીના રેકોર્ડ તોડી બની નંબર-1 હોલિવૂડ ફિલ્મ

હોલીવુડ સુપરસ્ટાર ટોમ હોલેન્ડની સુપરહીરો ફિલ્મ ’સ્પાઇડર-મેન: બ્રાન્ડ ન્યૂ ડે’ ભારતીય સિનેમાઘરોમાં બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. માર્વેલ સિનેમેટિક યુનિવર્સની આ ફિલ્મે અદ્ભુત…

હોલીવુડ સુપરસ્ટાર ટોમ હોલેન્ડની સુપરહીરો ફિલ્મ ’સ્પાઇડર-મેન: બ્રાન્ડ ન્યૂ ડે’ ભારતીય સિનેમાઘરોમાં બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. માર્વેલ સિનેમેટિક યુનિવર્સની આ ફિલ્મે અદ્ભુત પ્રદર્શન કરતાં ભારતમાં અત્યાર સુધીની તમામ હોલીવુડ ફિલ્મોના કમાણીના રેકોર્ડ તોડી નાખ્યા છે અને દેશમાં સૌથી વધુ કમાણી કરનારી ઓલટાઇમ નંબર-1 હોલીવુડ ફિલ્મ બની ગઈ છે.

30 જુલાઈના રોજ અંગ્રેજી ઉપરાંત હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ ભાષાઓમાં રિલીઝ થયેલી આ ફિલ્મે ઓપનિંગ ડે પર જ ₹61 કરોડનું વિરાટ કલેક્શન કર્યું હતું. પ્રથમ રવિવાર સુધીમાં ફિલ્મની કુલ કમાણી ₹415.45 કરોડના આંકડાને સ્પર્શી ગઈ હતી. આ સાથે જ તેણે વર્ષ 2022 ની બ્લોકબસ્ટર ફિલ્મ ‘અવતાર: ધ વે ઓફ વોટર‘ના ₹378.22 કરોડના ભારતીય બોક્સ ઓફિસ રેકોર્ડને પાછળ છોડી દીધો છે.

રિલીઝના 11મા દિવસે પણ ફિલ્મે ભારતમાં ₹41 કરોડથી વધુનો ગ્રોસ કલેક્શનનો રેકોર્ડ નોંધાવ્યો હતો (જેની નેટ કમાણી ₹34 કરોડ હતી). વૈશ્વિક સ્તરે આ ફિલ્મે શનિવાર સુધીમાં આશરે ₹15,900 કરોડનો અસાધારણ બિઝનેસ કરી લીધો છે.

સ્પાઇડર-મેનની આ આંદી સામે તાજેતરમાં રિલીઝ થયેલી હિન્દી ફિલ્મો ટકી શકી નથી. અમિત રાય દિગ્દર્શિત ’ઓહ માય ડોગ’ તેના પ્રથમ બે દિવસમાં માત્ર ₹2.85 કરોડ એકત્ર કરી શકી હતી. જ્યારે ’આર્યભટ્ટ કા ઝીરો’ એ ₹16 લાખ અને ’હનુમાન અંશ’ એ માત્ર ₹10 લાખનું જ કલેક્શન કર્યું છે.