પોલીસની ખાસ ડ્રાઇવ: છરી અને દારૂના ગુનામાં 37 શખ્સો ઝબ્બે

રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવાના ભાગરૂૂપે અને અસામાજિક તત્વો પર લગામ કસવા માટે પોલીસ તંત્ર દ્વારા અવાર-નવાર ખાસ સરપ્રાઈઝ ડ્રાઇવનું આયોજન કરવામાં…

રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવાના ભાગરૂૂપે અને અસામાજિક તત્વો પર લગામ કસવા માટે પોલીસ તંત્ર દ્વારા અવાર-નવાર ખાસ સરપ્રાઈઝ ડ્રાઇવનું આયોજન કરવામાં આવે છે. રવિવારના રોજ શહેરના તમામ મુખ્ય અને સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ કમિશનર, જોઈન્ટ પોલીસ કમિશનર તેમજ ક્રાઈમ બ્રાંચ અને ઝોન-1, ઝોન-2ના ડીસીપીની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ એક વિશેષ ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. આ ડ્રાઇવ દરમિયાન વિવિધ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા કડક પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ હાથ ધરીને છરી જેવા ઘાતક હથિયારો સાથે નીકળનારા, દારૂૂ પીધેલી હાલતમાં વાહન હંકારીને નશો કરનારા તેમજ દારૂૂનો જથ્થા સાથે રાખનારા મહિલાઓ સહિતના શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી કરી કુલ 37 કેસ નોંધવામાં આવ્યા હતા.

આ ખાસ ઝુંબેશ દરમિયાન જાહેર માર્ગો પર છરી રાખીને ભયનો માહોલ ઊભો કરતા કે ગુનાહિત માનસિકતા ધરાવતા 15 શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. જેમાં ભક્તિનગર પોલીસે પી.ડી. માલવીયા ફાટક પાસેથી મોહન ગુલાબભાઈ રાજભોયને, જ્યારે પ્રધ્યુમનનગર પોલીસે ફૂલછાબ ચોક, જંકશન સ્ટેશન અને હોસ્પિટલ ચોક પાસેથી અનુક્રમે અરબાજ મહેબૂબભાઈ બેલીમ, મહેશ મનુભાઈ ગોહેલ અને હરેશ ચાંપરાજભાઈ ખાચરને છરી સાથે દબોચી લીધા હતા. યુનિવર્સિટી પોલીસે રૈયાધાર મફતિયાપરા પાસેથી અશોક વાલજીભાઈ પરમારને અને માલવીયાનગર પોલીસે નવલનગર શેરી નં. 3, 150 ફીટ રિંગ રોડ તથા જિલ્લા ગાર્ડન ચોકમાંથી નીરજ બહાદુરસિંહ દેવડા, દિલીપ પિયુષભાઈ સોલંકી અને રાહુલ દિનેશભાઈ સિંધવને હથિયાર સાથે પકડ્યા હતા.

આ ઉપરાંત તાલુકા પોલીસે એ.જી. ચોક, વાવડી ગામ મેઈન રોડ અને ગ્વાલિયર રેસ્ટોરન્ટ પાસેથી અદનાન અબ્દુલવહાબભાઈ સૈયદ, હારૂૂન મહમદભાઈ નાઈ અને દશરથ વીરસિંગ નીશરતાને ઝડપ્યા હતા. જ્યારે કુવાડવા રોડ પોલીસે સાત હનુમાન પાસે થી મહમદઅકરમ જાફરઅલી શેખ, એરપોર્ટ પોલીસે બામણબોર જીઆઇડીસી તથા કુચિયાદડ બ્રિજ નીચેથી રણજીત બહાદુરભાઈ ખાચર તથા નરેશ વિકુભાઈ વાઘેલા અને થોરાળા પોલીસે ટ્રેક્ટર ચોકમાંથી જીતેશ ચુનીભાઈ સોલંકીને ઘાતક છરી સાથે પકડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

બીજી તરફ, દારૂૂનો નશો કરીને વાહન ચલાવનારા અને શાંતિ ભંગ કરનારા 17 શખ્સો પણ પોલીસ ચેકિંગ દરમિયાન ઝપટે ચડી ગયા હતા. એ-ડિવિઝન પોલીસે મંગળા મેઈન રોડ, ઢેબર ચોક, ગરુડ ગરબી ચોક, યાજ્ઞિક રોડ, વિરાણી ચોક અને ત્રિકોણ બાગ વિસ્તારમાંથી અજય છોટાલાલ ઝરીયા, મિતેશ ભરતભાઈ દવ (રિક્ષા સાથે), મનસુખ રમેશભાઈ માલકીયા, શ્રીકાંત માંજી, પ્રકાશ શંકરભાઈ સોની અને ઉમેશ ગીરધરભાઈ ચંદ્રપાલને પીધેલી હાલતમાં ઝડપ્યા હતા. કુવાડવા રોડ પોલીસે નવાગામ આણંદપર પાસે થી સોહિલશા નજીરશા રફાઈ અને ભૂપત ગોવિંદભાઈ પરમારને વાહનો સાથે તથા થોરાળા પોલીસે આજી જીઆઇડીસી અને ભાવનગર રોડ પરથી સુનીલ કુરજીભાઈ બેલદાર અને હુશેન ઈકબાલભાઈ તરસાઈવાલાને રિક્ષામાં દારૂૂ પીધેલી સ્થિતિમાં દબોચી લીધા હતા. પ્રધ્યુમનનગર પોલીસે રેલનગર મેઈન રોડ પર બલેનો કારમાં નશો કરીને નીકળેલા ફિલિક્સ પીટર મકવાણા અને કીટીપરામાંથી પ્રવિણ ઉર્ફે દિનેશ દુદાજી પરમારને રિક્ષા સાથે પકડ્યા હતા.

આ સિવાય માલવીયાનગર પોલીસે પુનીતનગર ટાંકા, લક્ષ્મીનગર શાક માર્કેટ, ઉમાકાંત ઈન્ડસ્ટ્રીઝ અને મવડી ચોકડી પાસેથી બાલા નાનજીભાઈ સીંધવ, પીન્ટુ સુંદરજી પરમાર, મોન્ટુ ચંદુભાઈ રાઠોડ અને ઉમેશ મેઘજીભાઈ વાઘેલાને પીધેલા ઝડપ્યા હતા. આજીડેમ પોલીસે રામવન અને ગોંડલ ચોકડી પાસેથી મિતેશ મનસુખભાઈ ગોહેલ, શ્યામજી વજુભાઈ દેગામાં અને કૌશિક પરસોતમભાઈ રામાણીને ઝડપી લીધા હતા, જ્યારે રાજકોટ તાલુકા પોલીસે ગ્વાલિયર રેસ્ટોરન્ટ, વાવડી ગામ ગેટ અને નકળંગ હોટલ સામેથી રમેશ કાળુભાઈ ડામોર, જીજ્ઞેશ જમનભાઈ ઉસદડીયા અને નવનીત દામજીભાઈ ઠંમર સામે પ્રોહિબિશન અને એમ.વી. એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. આ ડ્રાઇવ દરમિયાન દારૂૂના જથ્થા સાથે મહિલાઓ સહિત 8 ઈસમોને પણ પકડી પાડવામાં આવ્યા હતા.