Site icon Gujarat Mirror

રાજકોટમાં BLOને મદદ કરવા ખાસ હેલ્પ સેન્ટરો ઉભા કરાયા

કેન્દ્રીય ચૂંટણી પંચની સૂચના મુજબ, રાજકોટ સહિત રાજ્યભરમાં મતદાર યાદી શુદ્ધિકરણની કામગીરી શરૂૂ થઈ ચૂકી છે. બૂથ લેવલ ઓફિસર દ્વારા ઘરે-ઘરે જઈને ફોર્મ વિતરણનું કામકાજ ચાલી રહ્યું છે. જોકે, આ કામગીરીમાં રાજકોટમાં સૌથી ધીમી પ્રક્રિયા ચાલી રહી હોવાનું સામે આવ્યું છે.

ધીમી કામગીરીને ધ્યાનમાં લઈને કલેક્ટર દ્વારા રાજકોટ શહેર અને જિલ્લાની આઠ વિધાનસભા વિસ્તાર માટે BLOને સહાયરૂૂપ થવા માટે ખાસ ‘હેલ્પ સેન્ટર’ શરૂૂ કરવામાં આવ્યા છે. પ્રત્યેક વિધાનસભા દીઠ 20 હેલ્પ સેન્ટરો ઉભા કરવામાં આવ્યા છે. રાજકોટ શહેર અને જિલ્લામાં કુલ 160 જેટલા સેન્ટરો શરૂૂ કરવામાં આવ્યા છે.

આ હેલ્પ સેન્ટરો દ્વારા BLOનું નામ મળતું હોય અન્ય માહિતી, મતદાર યાદી સંબંધિત અન્ય કોઈપણ જરૂૂરી માહિતી પૂરી પાડવી.સહકાર મતદારો સહયોગ ન આપતા હોય તેવી સ્થિતિમાં જરૂૂરી માર્ગદર્શન.જરૂૂરી મદદ આ સેન્ટરમાંથી BLOને જરૂૂરી મદદ અને માર્ગદર્શન પૂરી પાડવામાં આવે છે. આ સેન્ટરોમાં અધિકારીઓના સ્પેશિયલ ઓર્ડર કરવામાં આવ્યા છે,

Exit mobile version