સાઉથ સ્ટાર રામ ચરણના વેક્સ સ્ટેચ્યુનું લંડનમાં અનાવરણ

સાઉથના સુપરસ્ટાર રામ ચરણ તેજા હાલમાં લંડનના મેડમ તુસાદ મ્યુઝિયમમાં પોતાની મીણની પ્રતિમાનું અનાવરણ કર્યું છે. મ્યુઝિયમ જતાં પહેલાં લંડનની શેરીઓમાં હજારો ચાહકોએ રામ ચરણનું…

સાઉથના સુપરસ્ટાર રામ ચરણ તેજા હાલમાં લંડનના મેડમ તુસાદ મ્યુઝિયમમાં પોતાની મીણની પ્રતિમાનું અનાવરણ કર્યું છે. મ્યુઝિયમ જતાં પહેલાં લંડનની શેરીઓમાં હજારો ચાહકોએ રામ ચરણનું જોરદાર સ્વાગત કર્યું. આ ઇવેન્ટમાં તેના પિતા ચિરંજીવી, માતા સુરેખા અને પત્ની ઉપાસના કોનિડેલા પણ હાજર રહ્યાં.

રસપ્રદ વાત એ છે કે મ્યુઝિયમના અધિકારીઓએ માત્ર રામ ચરણનું જ નહીં, પરંતુ તેના પાલતુ શ્વાન રાઇમનું પણ વેક્સ-સ્ટેચ્યુ બનાવ્યું છે. રિપોર્ટ પ્રમાણે રામ ચરણની મીણની પ્રતિમા સિંગાપોરના મેડમ તુસાદમાં મૂકવામાં આવશે. જોકે એનું અનાવરણ લંડનના મેડમ તુસાદમાં થયું. આ ઇવેન્ટમાં રામ ચરણ, તેમનાં માતા-પિતા ચિરંજીવી અને સુરેખા, પત્ની ઉપાસના અને તેમનો પાલતુ શ્વાન રાઇમ હાજર હતાં. આ વેક્સ-સ્ટેચ્યુ નજીકના ભવિષ્યમાં સિંગાપોરના મેડમ તુસાદ મ્યુઝિયમમાં કાયમી ધોરણે શિફ્ટ કરવામાં આવશે.