Site icon Gujarat Mirror

બેંગ્લોરથી માતાને મળવા આવેલા પુત્રનું હાર્ટએટેકથી મોત

રૈયા ટેલીફોન એક્સચેન્જ પાસે યુવાન પાણી પીવા ઉભો થયોે ને ઢળી પડ્યો: નવાગામના વૃધ્ધ અને ગંજીવાડાના યુવાનનું મોત

મૃતકના પિતા ઉપલેટાના તબીબ હતા, ‘ગરીબોના બેલી’ તરીકે ઓળખાતા

રાજકોટ શહેરમાં હાર્ટએટેકથી વધુ બે લોકોના મોત નીપજ્યા છે. જેમાં પ્રથમ ઘટનામાં સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે આવેલા શ્યામલ સ્કાયમાં રહેતા રાજ ઉર્ફે રાજકુમાર જમનાદાસ ત્રંબાળીયા (પટેલ) (ઉ.વ.47) ગઇકાલે પોતાના ઘરે અચાનક બેભાન થઇ જતા તેમને હોસ્પિટલમાં લઇ જતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. બેંગ્લોરની કંપનીમાં કામ કરે છે અને તેમને સંતાનમાં એક દીકરો છે. તેઓ બે દિવસ પહેલા માતાના ઘરે આવ્યા હતા અને તેમને કમળાની બીમારી થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાથી રજા આપ્યા બાદ તેમનું હાર્ટએટેકથી મૃત્યુ નીપજ્યુ છે. પોલીસમાંથી જાણવા મળ્યુ હતુ કે રાજકુમારના પિતા જમનાદાસ ઉપલેટામાં મોટા ડોક્ટર હતા.તેઓ ગરીબોના બેલી તરીકે ઓળખાતા હતા. ઉપલેટામાં તેમની પ્રતિમા પણ મુકવામાં આવી છે.

જયારે બીજા બનાવમાં રૈયાટેલીફોન એકસચેન્સ પાસે તુલસી એપાટમેન્ટમાં રહેતા કમલેશભાઇ રમેશભાઇ જેઠાણી (ઉ.વ.37) પોતાના ઘરે પાણી પીવા ઉભા થાય બાદ અચાનક ઢળી પડતા તેમને બેભાન હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયા તેમને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. કમલેશ નાઇટ ડ્રેસનો વેપાર કરતો હતો અને બે ભાઇમાં નાનો હતો. તેમજ તેમનુ હાર્ટએટેકથી મોત નીપજ્યાનુ જાણવા મળે છે.

જયારે અન્ય બનાવમાં નવાગામ રંગીલા સોસાયટીમાં રહેતા 84 વર્ષના રાજાભાઇ મકવાણા શ્ર્વાસની બીમારી સબબ બેભાન થતા તેમનુ મોત નીપજ્યુ હતુ. તેમજ ગંજીવાડામાં રહેતા રામજીભાઇ શામતભાઇ સરવૈયા (ઉ.વ.41) જેઓ છેલ્લા ચાર દિવસથી ભોજન લેતા ન હતા અને તેમનુ ગઇકાલે બપોરના સમયે બેભાન થતા જતા તેમનુ મોત નીપજ્યુ હતું. તેમજ જામનગર રોડ પર મોરબી હાઉસ પાસે રહેતો સંજય ભાઇ પરમાર (ઉ.વ.53) ધરમનગર આવાસ યોજના કવાર્ટર પાસે હતો ત્યારે અચાનક બેભાન થઇ જતા તેમને સારવાર માટે ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા સંજયભાઇને દારૂ પીવાની ટેવ હતી અને તેમને સંતાનમાં બે દીકરા છે.

તેમજ મોરબી રોડ જકાતનાકા પાસે આવેલી જય જવાન જય કિશાન સોસાયટીમાં રહેતા માવજીભાઈ છગનભાઈ સારેસા ઉ.વ.51 આજે સવારે બેભાન થઈ જતાં તેમનું મોત નિપજ્યુ હતું. તેમને સંતાનમાં 4 દિકરા અને 2 દિકરી છે. તેઓના મૃત્યુથી પરિવારમાં શોક છવાઈ ગયો હતો.

Exit mobile version