તોપખાનામાં પિતાએ તડકાના કારણે મોબાઇલ સાંજે લેવા જવાનું કહેતા પુત્રએ એસિડ પી લીધું

શહેરમાં તોપખાનામાં રહેતા પૌઢે પિતા પાસે નવો ફોન લેવાનો પ્રસ્તાવ મુકયો હતો. જેથી પિતાએ તડકાના કારણે મોબાઇલ લેવા સાંજે જવાનુ કહેતા પ્રૌઢે એસિડ પી લીધુ…

શહેરમાં તોપખાનામાં રહેતા પૌઢે પિતા પાસે નવો ફોન લેવાનો પ્રસ્તાવ મુકયો હતો. જેથી પિતાએ તડકાના કારણે મોબાઇલ લેવા સાંજે જવાનુ કહેતા પ્રૌઢે એસિડ પી લીધુ હતું. પ્રૌઢને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ તોપખાનામાં રહેતા અશ્ર્વિનભાઇ મનસુખભાઇ ચૌહાણ નામના 45 વર્ષના પૌઢ પોતાના ઘરે હતા. ત્યારે એસિડ પી લીધુ હતું. પ્રૌઢને ઝેરી અસર થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

પ્રાથમિક પૂછપરછમાં અશ્ર્વિનભાઇ ચૌહાણ બે ભાઇ બે બહેનમાં વચેટ છે અને આરએમસીમાં સફાઇ કામદાર તરીકે કામ કરે છે. અશ્ર્વિનભાઇના છૂટાછેડા થઇ ગયા છે. અશ્ર્વિનભાઇને રૂા.10 હજારની કિંમતનો નવો ફોન લેવો હતો. પરંતુ પિતાએ તડકાના કારણે સાંજે મોબાઇલ લેવા જવાનુ કહેતા અશ્ર્વિનભાઇએ એસિડ પી લીધુ હોવાનુ જાણવા મળ્યુ છે.

આ ઉપરાંત બીજા બનાવમાં કોઠારિયા મેઇન રોડ પર હુડકો વિસ્તારમાં રહેતા કિશોર રશિકભાઇ કાણોત્રા નામનો 30 વર્ષનો યુવાન ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે હતો ત્યારે અજાણયા પોલીસ કર્મીઓએ માર માર્યો હોવાના આક્ષેપ સાથે યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઉપરોકત બંન્ને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.