Site icon Gujarat Mirror

ચોટીલાના સુખપરમાં માતા સાથે ઝઘડો થતા પુત્રનો આપઘાતનો પ્રયાસ

જસદણના ભાડલા ગામે પરિણીતાએ માનસિક બીમારીથી કંટાળી ફાંસો ખાધો

ચોટીલાના સુખપર ગામે રહેતા યુવકને માતા સાથે નજીવા પ્રશ્ને ઝઘડો થયો હતો. જેથી યુવકને માઠું લાગતા ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ચોટીલા તાલુકાના સુખપર ગામે રહેતા મહેશ મનોજભાઈ ખાવડીયા નામના 20 વર્ષના યુવકને માતા જનકબેન સાથે નજીવા પ્રશ્ને ઝઘડો થતા મહેશ ખાવડીયાને માઠું લાગતા નવાગામ ભોગાવો નદીના કાંઠે ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો છે. યુવક બે ભાઈ ત્રણ બહેનમાં વચેટ અને મજૂરી કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત બીજા બનાવમાં જસદણના ભાડલા ગામે રહેતી કાજલબેન સાગરભાઇ સોલંકી નામની 29 વર્ષની પરિણીતાએ માનસિક બીમારીથી કંટાળી એંગલમાં સાડી બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. પરંતુ સાસુ અરુણાબેન જોઈ જતા પુત્રવધુ કાજલ સોલંકીનો જીવ બચાવી સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી હતી. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version