Site icon Gujarat Mirror

સોમનાથ પોલીસે સાત ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપ્યો

 

ગીર સોમનાથ પોલીસે પ્રોહીબીશનના સાત ગુનામાં નાસતો ફરતો લિસ્ટેડ બુટલેગર ને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

જુનાગઢ રેન્જ ડી.આઈ.જી.પી. રાજેન્દ્રસિંહ ચુડાસમા, જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં પ્રોહીબીશનના ગુનાઓમાં અટક કરવાના બાકી આરોપીને પકડી પાડી સુચના આપતા એલ.સી.બી. ના પો. ઇન્સ. એસ.વી.રાજપુત, પો. ઇન્સ, જે. એન. ગઢવી, એલ.સી.બી.ના પો. સબ ઇન્સ એ.સી.સિંધવ, પો.સબ ઇન્સ. એચ.એલ. જેબલીયા ની રાહબરી હેઠળ પો.કોન્સ અશોકભાઈ મોરી, રવિભાઈ ગોહિલ, કરણસિંહ ચૌહાણ સહિતનાને મળેલ બાતમી ના આધારે વેરાવળ પોલીસ માં ચાર તથા પ્રભાસ પાટણ પોલીસ ના બે અને આણંદ જિલ્લાના તારાપુર પોલીસ ના એક ગુનામાં અટક કરવાના બાકી આરોપી રોહિત ઉર્ફે રેમ્બો રમેશભાઈ બારીયા રહે.વેરાવળ, મોટા કોળીવાડા, બારીયા શેરી વાળાને કોળીવાડા, બારીયા શેરીમાંથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આ પકડાયેલા લિસ્ટેડ બુટલેગર રોહિત ઉર્ફે રેમ્બો રમેશભાઈ બારીયા રહે.વેરાવળ વાળા વિરૂૂધ્ધમાં કુલ-15 પ્રોહીબીશનના ગુનાઓ દાખલ થયેલ હોવાનું પોલીસે જણાવેલ છે.

Exit mobile version