ક્રાઇમ
બેડી વિસ્તારમાંથી દેશી તમંચા સાથે એકને દબોચતી SOG પોલીસ
સિટી બી-ડિવિઝન પોલીસે શરૂ કરી તપાસ
જામનગરની એસ.ઓ.જી. શાખા દ્વારા બેડેશ્વર વિસ્તારમાં દરોડો પાડી વધુ એક શખ્સને ગેરકાયદેસર દેશી હાથ બનાવટના તમંચા સાથે ઝડપી લીધો છે, અને વધુ પૂછપરછ હાથ ધરી છે.
જામનગરની એસ.ઓ.જી. શાખા દ્વારા ગેરકાયદે હથિયારો મામલે ઊંડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવી રહી છેઝ અને શહેર જિલ્લામાં કેટલાક સ્થળોએ દરોડા પાડવામાં આવી રહ્યા છે, જેના અનુસંધાને ગઈકાલે બેડેશ્વર વિસ્તારમાં એકડેએક બાપુની દરગાહ પાસે રહેતા સદ્દામ હુસેન ઉર્ફે બાબા ફરીદ ઈકબાલભાઈ સંઘાર નામના શખ્સને અટકાયતમાં લઈ લીધો હતો.
જેની પાસેથી ગેરકાયદેસર દેશી હાથ બનાવટનો લોખંડનો તમંચો કબજે કરી લીધો હતો, જેની સામે સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં હથીયાર ધારા ભંગ અંગે ગુનો નોંધવામાં આવ્યો છે, અને આ હથીયાર ક્યાંથી મેળવ્યું છે, તે જાણવા માટે વધુ પૂછપરછ ચલાવવામાં આવી રહી છે.