Site icon Gujarat Mirror

અંજારમાં એડવોકેટના ઘરમાં તસ્કરો ત્રાટકયા, દાગીના-રોકડ સહિત 10.59 લાખની ચોરી

અંજારમાં જૈન કોલોનીમાં તસ્કરોને એક બંધ મકાનને તસ્કરોએ દિનદહાડે નિશાળ બનાવીને 10.69 લાખની મતાની ચોરી કરી હોવાનો બનાવ બહાર આવતાં ચકચાર પ્રસરી છે. વાગડમાં ધાર્મિક સ્થાનમાં પણ લાખોની ચોરીના બનાવ બાદ ઘરફોડ ચોરીનો બનાવ બનતાં પોલીસમાં દોડધામ થઇ પડી હતી. આ ચોરીનો બનાવ સવારના દસ વાગ્યાથી લઈને 12:30 વાગ્યા દરમ્યાન બન્યો હતો. નવા અંજારની જૈન કોલોનીમાં રહેતા ધારાશાત્રી પારસ લક્ષ્મણભાઇ મુલચંદાણીએ ફરિયાદ નોંધાવી હતી.

શનિવારે સવારે તેમનો 11 વર્ષીય પુત્ર શાળાએ ગયો હતો અને તેઓ સવારે સાડા નવ વાગ્યે ગાંધીધામ ઓફિસે આવ્યા હતા. ઘરમાં તેમના પત્ની 10 વાગ્યે જીમમાં ગયા અને સાડા બારે પરત આવ્યા ત્યારે ઘરના પાછલા દરવાજાની કડી તૂટેલી હતી અને સામાન વેર-વિખેર પડયો હતો. ઘરના પાછળના દરવાજાની કડી તોડીને તસ્કરો ઘરમાં પ્રવેશ્યા હતા.

ઘરે આવી તપાસ કરતાં તસ્કરો કબાટમાં રાખેલા સોનાંનો ડાયમંડવાળો હાથમાં પહેરવાનો કડો, સોનાંનો હાર અને બુટ્ટી સેટ, સોનાંની બુટ્ટી અને પેન્ડલ સેટ, સોનાંની ચેન તથા સોનાંનું મંગળસૂત્ર, ગણપતિવાળું સોનાંનું પેન્ડલ, સોનાંનો હાથમાં પહેરવાનો કલકત્તી ડિઝાઇનવાળો કડો, રુદ્રાક્ષવાળી સોનાંની હાથમાં પહેરવાની પોંચી, વીંટી, સોનાંની બે બંગડી, ચાંદીનો ઘડો, ચાંદીના નાના-મોટા સિક્કા સહિત રૂૂા. 8,99,000ની કિંમતના આભૂષણો અને રૂૂા. 1,60,000 રોકડ મળી રૂૂા. 10,59,000ની માલમતાની ચોરી થઇ હતી. અજાણ્યા ચોર ઇસમો વિરુદ્ધ અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

Exit mobile version