Site icon Gujarat Mirror

જામનગર જિલ્લામાં ધુમ્મસનો કહેર: રાજકોટ માર્ગ પર ત્રણ સ્થળે અકસ્માત

અકસ્માતના ત્રણ બનાવના કારણે ત્રણ વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા : હાલ સારવાર હેઠળ

જામનગર શહેર અને જિલ્લામાં ગાઢ ધુમમસ ના કારણે અકસ્માતો ની હારમાળા સર્જાઈ હતી. જામનગર રાજકોટ ધોરી માર્ગ પર જુદાજુદા ત્રણ વાહન અકસ્માતમાં ત્રણ વાહન ચાલકો ઈજાગ્રસ્ત બન્યા છે. પોલીસ દ્વારા આ અકસ્માત પામલે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

જામનગર જીલ્લામાં તા.18 જાન્યુઆરી 2026 ના પરોઢીયે ગાઢ ધુમ્મસને કારણે અકસ્માત સર્જાયો હતો. વિઝિબિલિટી (દ્રશ્યતા) ઓછી હોવાને કારણે જામનગર શહેરના ગુલાબનગર ઓવર બ્રીજ પર એક રીક્ષા ડીવાઇડર સાથે ટકરાતાં અકસ્માત સર્જાયો હતો, અને ઇજાગસ્ત રીક્ષા ડ્રાઇવરને તાત્કાલિક સારવાર અર્થે સરકારી જી.જી.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. બીજા બનાવ, જામનગર-રાજકોટ માર્ગ પર આવેલ પંચકોષી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન નજીક એક ટ્રક અને એક કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

જેમાં ઇજાગ્રસ્ત કાર ચાલક ને તાત્કાલિક સારવાર અર્થે સરકારી જી.જી. હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ત્રીજો બનાવ, જામનગર-રાજકોટ માર્ગ પર મોટીબાણુંગાર ગામ નજીક બન્યો હતો. જ્યાં એક થાર જીપ અને આઇસર ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં થાર જીપના ચાલકને સરકારી જી.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા તમામ અકસ્માતના બનાવો અંગે વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.

Exit mobile version