Site icon Gujarat Mirror

સાવરકુંડલામાં પોલીસને પડકાર ફેંકતા તસ્કરો: ચોરીની ઘટનાઓમાં સતત વધારો

સાવરકુંડલા શહેરમાં ચોરીનું દુષણ ધીમે ધીમે વધી રહ્યું છે જાણે કે પોલીસને પડકાર ફેંકતા હોય તેવો ઘાટ ઘડાયો છે વાત કરવામાં આવે તો મહુવા રોડ પર આવેલ લોહાણા વિદ્યાર્થી ભવનમાં ગઈકાલે રવિવારે નગરપાલિકાના પૂર્વ પ્રમુખના પુત્ર એ પતંગનો સ્ટોલ કરેલો છે ત્યાંથી આશરે 15 હજારની દોરી અને ફીરકીની ચોરી થઈ જે બાબતની જાણ પોલીસને કરવામાં આવી અને આજે સોમવારે પતંગની ચોરી થઈ એ જ સ્ટોલ એ જ સ્થળ પરંતુ હજુ સુધી પોલીસના પેટનું પાણી હલ્યું નથી નાવલી પોલીસ ચોકી ની નજીક આવેલ આ લોહાણા વિદ્યાર્થી ભવન માં સતત બીજા દિવસે પોલીસને જાણ કરવા છતાં પણ નિશ્ચિત પણે ચોરી થઈ રહી છે અને પોલીસ પણ નિશ્ચિત બની ગઈ હોય તેવું લાગે છે થોડા દિવસો પહેલા સાવરકુંડલાની નાવલી બજારમાંથી ચોરીની ઘટનાઓ સામે આવી અને નાવલી બજારના પાલાઓ માંથી નાની નાની ચોરીઓ થતી હતી જે બાબતની પાલા ના એસોસિએશન અને વેપારીઓએ પોલીસને પેટ્રોલિંગ વધારવા લેખિત જાણ કરી હતી. આ ઉપરાંત સાવરકુંડલા શહેરમાં અનેક ચોરીની એવી ઘટના છે જે આજે પણ અનડિટેક્ટ છે ત્યારે શહેર પોલીસ જાગૃત બની પેટ્રોલિંગ વધારે અને થઈ રહેલી ચોરીઓના ઉકેલો લાવે તેવું શહેરીજનો ઈચ્છે રહ્યા છે.

Exit mobile version