ગુજરાત
વેરાવળ બંદર વિસ્તારમાંથી ચોરી કરનાર તસ્કરને રૂા.1.98 લાખના મુદ્દામાલ સાથે દબોચાયો
વેરાવળ સીટી પોલીસની સર્વેલન્સ સ્કોડે ચોરીના ગુન્હામાં સી.સી.ટી.વી. ફુટેજ તથા ખાનગી બાતમીરાહે મળેલ હકિકતના આધારે ચોરી કરનાર શખ્સને ચેારીમાં ગયેલ રૂૂા.1 લાખ 98 હજારના મુદામાલ સાથે પકડી પાડી અનડીટેકટ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી કાઢેલ છે. જુનાગઢ રેન્જ આઇ.જી.પી. નિલેશ જાજડીયા, જીલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહજી જાડેજા, નાયબ પોલીસ અધિક્ષક વી.આર.ખેંગાર દ્વારા ઘરફોડ, ચોરી, લુંટના વણ શોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા સુચના આપતા ભીડીયા વિસ્તારમાં રહેતા સંદિપભાઇ હરીલાલભાઇ સોલંકી ઉ.વ.30 ધંધો-મચ્છીમારી ના મકાનમા સોનાના ચેઇન બે વજન-30 ગ્રામની ચોરીઓ કરેલ ચોરી કરેલ હોવાની ફરીયાદ નોંધાયેલ હતી જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેકટર એચ.આર.ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ. એસ.એમ.દેવરે, એ.એસ.આઇ. વિપુલસિંહ રામસિંગભાઇ રાઠોડ, વજુભાઇ ઉગાભાઇ ચાવડા, પો.હેડ કોન્સ.વિશાલભાઇ પેથાભાઇ ગળચર, સુનિલભાઇ માંડણભાઇ સોલંકી, અનિરૂૂધ્ધસિંહ જયવંતસિંહ રાયજાદા, કમલેશભાઇ જગમાલભાઇ પીઠીયા, ચિંતનસિંહ જગદિશભાઇ ખેર, હરેશભાઇ લખમણભાઇ ચુડાસમા, પ્રદિપસિંહ વાલાભાઇ ખેર, પો.કોન્સ.અશોકભાઇ હમીરભાઇ મોરી, રોહીત જગમાલભાઇ ઝાલા, નદીમભાઇ શેરમહમદભાઇ બ્લોચ, ભુપતભાઇ નાથાભાઇ સોલંકી સહીતના પેટ્રોલીંગમા રહેલ તે દરમ્યાન સી.સી.ટી.વી.ફુટેજ તથા બાતમીના આધારે પિન્ટુ તિલકભાઇ સોલંકી ઉ.વ.30, ધંધો.-મજુરી રહે.વેરાવળ, ભીડીયા, સાગરચોક, ભીડીયા પ્લોટ, વિસ્તાર નામનો વ્યકિત વેરાવળ બંદર રોડ મેરીટાઇમ બોડેની ઓફીસની પાછળથી ચોરી છુપીથી ચોરીમા ગયેલ મુદામાલ વહેંચવા પસાર થતો હોય તેને ઝડપી યુકતી પ્રયુકતી પુછપરછ કરતા ચોરીના ગુન્હો કરેલ હોવાની કબુલાત આપેલ અને ચોરી થયેલ સોનાના ચેઇન બે રૂૂા.1,98,000 ના મુદામાલ સાથે પકડી પાડી અનડીટેકટ ગુન્હાને ડીટેકટ કરવામાં આવેલ છે.