ચોટીલા નજીક SMC ત્રાટકી: કેમિકલ ચોરીનું કૌભાંડ પકડાયું, બે શખ્સોની ધરપકડ

રાજકોટ-અમદાવાદ નેશનલ હાઇવે પર ચોટીલા નજીક ગેરકાયદે રીતે પેટ્રોલ, ડીઝલ અને જ્વલનશીલ કેમિકલોની ચોરી કરી કાળોબજાર કરવાનો મોટો વેપલો ફાટી નીકળ્યો છે. આ દૂષણને ડામવા…

રાજકોટ-અમદાવાદ નેશનલ હાઇવે પર ચોટીલા નજીક ગેરકાયદે રીતે પેટ્રોલ, ડીઝલ અને જ્વલનશીલ કેમિકલોની ચોરી કરી કાળોબજાર કરવાનો મોટો વેપલો ફાટી નીકળ્યો છે. આ દૂષણને ડામવા માટે ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ચોટીલા હાઇવે પર આવેલા નાની મોલડી પાસે કાર્યવાહી હાથ ધરી છે.
એસએમસીના પીઆઈ એ.જે. ચૌહાણ અને તેમની ટીમે બાતમીના આધારે નાની મોલડી ગામની સીમમાં હાઇવે પર આવેલી પવનપુત્ર રાજસ્થાની હોટેલ પાછળના ખુલ્લા પ્લોટમાં આકસ્મિક દરોડો પાડ્યો હતો. આ મેગા ઓપરેશન દરમિયાન પોલીસે સ્થળ પરથી 2 આરોપીને રંગેહાથ દબોચી કુલ રૂૂ. 45,98,634નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

ટેન્કરોમાંથી કેમિકલ ચોરી કરીને પ્લાસ્ટિકના બેરલોમાં ભરવાનું મોટું કૌભાંડ ચાલી રહ્યું હતું. દરોડા દરમિયાન પોલીસે ઘટનાસ્થળેથી 8,330 કિલો પ્રતિબંધિત રસાયણોનો જથ્થો કિંમત રૂૂ.10,81,234, 5 પ્લાસ્ટિકના બેરલ, 2 મોબાઇલ ફોન, રૂૂ.6,600ની રોકડ રકમ તેમજ ઉપયોગમાં લેવાતા એક તોતિંગ ટેન્કર અને બોલેરો પિકઅપ સહિતના ઝડપાયેલા આરોપીઓ સામે અગાઉ ચોરી, કાવતરું જેવા ગુના એસએમસીની રેડ દરમિયાન સ્થળ પરથી ચુન્નીલાલ તુલસીરામ ગામેતી રહે.

નાની મોલડી, મૂળ રહે. ઉદયપુર, રાજસ્થાન અને આશિષકુમાર બદ્રીપ્રસાદ યાદવ રહે. ગાંધીધામ, કચ્છ નામના બે ઇસમોને ઝડપી લેવાયા છે. નોંધનીય છે કે પકડાયેલા આરોપીઓ અગાઉ પણ ચોટીલા પોલીસ મથકે ચોરી, કાવતરું અને આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ હેઠળ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.