જામનગરમાં એસએમસીનો દરોડો, 1.37 કરોડનો મુદ્દામાલ જપ્ત

જામનગર તાલુકાના નાઘેડી ગામની સીમમાં વિદેશી દારૂૂની હેરાફેરી થતી હોવાની બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલ, ગાંધીનગરની ટીમે દરોડો પાડી વિદેશી દારૂૂની નાની-મોટી બોટલો મળી કુલ…

જામનગર તાલુકાના નાઘેડી ગામની સીમમાં વિદેશી દારૂૂની હેરાફેરી થતી હોવાની બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલ, ગાંધીનગરની ટીમે દરોડો પાડી વિદેશી દારૂૂની નાની-મોટી બોટલો મળી કુલ 10,406 બોટલ ઝડપી પાડી હતી. પોલીસે દારૂૂની સાથે પાંચ વાહનો, મોબાઇલ ફોન, રોકડ રકમ, પ્લાસ્ટિકના દાણાના બોક્સ સહિતનો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધ્યો છે. એફઆઈઆરમાં દર્શાવ્યા મુજબ કબજે કરાયેલા સમગ્ર મુદ્દામાલની કુલ કિંમત આશરે રૂૂ.1,37,81,471 થાય છે.

સ્ટેટ મોનિટરિંગ સેલના કર્મચારીઓને મળેલી બાતમીના આધારે નાઘેડી ગામની સીમમાં પંચોની હાજરીમાં વાહનોની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ટાટા કંપનીનો બંધ બોડીનો ટ્રક નં. આરજે-14-જીટી-6136, અશોક લેલેન્ડ કંપનીના મોટા દોસ્ત વાહનો નં. જીજે-10-ટીવાય-0384 અને જીજે-36-વી-7210, તેમજ અન્ય બે વાહનોમાંથી વિદેશી દારૂૂનો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે કબજે કરેલા દારૂૂમાં રોયલ સ્ટેગ પ્રીમિયર વ્હિસ્કીની 180 મિલીની બોટલો, 900 મિલીની બોટલો તથા રોયલ ચેલેન્જ ક્લાસિક પ્રીમિયમ વ્હિસ્કીની 180 મિલીની બોટલોનો સમાવેશ થાય છે. માત્ર વિદેશી દારૂૂના જથ્થાની કિંમત જ રૂૂ.37,21,848 હોવાનું એફઆઈઆરમાં દર્શાવવામાં આવ્યું છે. દારૂૂના જથ્થામાં રોયલ સ્ટેગ પ્રીમિયર વ્હિસ્કીની 180 મિલીની બોટલોનો જથ્થો રૂૂ.15,55,320 તથા 900 મિલીની બોટલોનો જથ્થો રૂૂ.15,55,320નો છે. જ્યારે રોયલ ચેલેન્જ ક્લાસિક પ્રીમિયમ વ્હિસ્કીની 180 મિલીની બોટલોની કિંમત રૂૂ.15,42,528 દર્શાવવામાં આવી છે.

દારૂૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાયેલા ટાટા કંપનીના ટ્રક નં. આરજે-14-જીટી-6136ની કિંમત રૂૂ.20 લાખ, અશોક લેલેન્ડના મોટા દોસ્ત વાહન નં. જીજે-10-ટીવાય-0384ની કિંમત રૂૂ.9 લાખ અને જીજે-36-વી-7210ની કિંમત રૂૂ.9 લાખ દર્શાવવામાં આવી છે. આ ઉપરાંત અન્ય બે વાહનો, ચાર મોબાઇલ ફોન, રોકડ રૂૂ.12,030, પ્લાસ્ટિકના દાણાના બોક્સ તથા વાહનોમાં ઉપયોગમાં લેવાયેલા તાડપત્રી સહિતનો મુદ્દામાલ પણ કબજે કરાયો હતો.

આ કેસમાં એફઆઈઆરમાં દીપક ઉર્ફે અટાપટુ જામનાદાસ જેઠાણી, યુવરાજસિંહ કાળુભા ચુડાસમા, રામ ઉર્ફે રામા જીવાભાઈ મોઢવાડિયા, કાના જીવાભાઈ મોઢવાડિયા, ઇરફાન કાસમ કોટડીયા તથા જિગેશ ઉર્ફે જિગો વિનોદ ભટ્ટ સહિતના શખ્સોના નામ નોંધાયા છે. વાહનોના માલિકો તથા ચાલકોની વિગતો પણ ફરિયાદમાં દર્શાવવામાં આવી છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ નાઘેડી ગામના વિસ્તારમાં વિદેશી દારૂૂનો જથ્થો મંગાવી વાહનો મારફતે અન્ય સ્થળે પહોંચાડવાની પ્રવૃત્તિ ચાલતી હોવાની બાતમી મળ્યા બાદ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે કાર્યવાહી કરી હતી. દરોડા દરમિયાન અલગ-અલગ વાહનોની તપાસ કરતાં તેમાં છુપાવી રાખવામાં આવેલ વિદેશી દારૂૂ મળી આવ્યો હતો.આ અંગે સ્ટેટ મોનિટરિંગ સેલના ભરતભાઈ પીઠાભાઈ ચાવડાની ફરિયાદના આધારે નાઘેડી પોલીસ મથકમાં ભારતીય ન્યાય સંહિતા તથા ગુજરાત નશાબંધી અધિનિયમની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. તપાસ માટે પોલીસ અધિકારીને જવાબદારી સોંપવામાં આવી છે. કુલ મળીને 10,406 બોટલ વિદેશી દારૂૂ, પાંચ વાહનો, ચાર મોબાઇલ ફોન, રોકડ રકમ તથા અન્ય સામગ્રી મળી રૂૂ.1.37 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે થતાં જામનગર જિલ્લામાં દારૂૂની હેરાફેરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.