બજેટમાં તમામ વર્ગનું વિશેષ ધ્યાન રખાયુ : અગ્રવાલ

ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, ભાજપાના રાષ્ટ્રીય પ્રવક્તાશ્રી ગોપાલ કૃષ્ણ અગ્રવાલે કેન્દ્રીય બજેટ 2026-27 સંદર્ભે ઇમ્પિરિયલ પેલેસ હોટલ, રાજકોટ ખાતે…

ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, ભાજપાના રાષ્ટ્રીય પ્રવક્તાશ્રી ગોપાલ કૃષ્ણ અગ્રવાલે કેન્દ્રીય બજેટ 2026-27 સંદર્ભે ઇમ્પિરિયલ પેલેસ હોટલ, રાજકોટ ખાતે પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું.

પ્રેસવાર્તાને સંબોધિત કરતા તેમણે જણાવ્યું હતું કે, નાણાંમંત્રી નિર્મલા સીતારમણજીએ રજૂ કરેલું કેન્દ્રીય બજેટ 21મી સદીના બીજા ક્વાર્ટરનું અત્યંત નિર્ણાયક બજેટ છે, ભારત પોતાની મજબૂત અર્થવ્યવસ્થા સાથે વૈશ્વિક અર્થવ્યવસ્થાને પણ નવી દિશા અને ગતિ આપી રહ્યું છે. આ હકીકતને યુરોપિયન યુનિયન અને આંતરરાષ્ટ્રીય નાણાંકોષ (IMF) જેવી પ્રતિષ્ઠિત વૈશ્વિક સંસ્થાઓ દ્વારા પણ સમર્થન આપવામાં આવી રહ્યું છે. દેશભરમાં બજેટ અંગે વ્યાપક અને સકારાત્મક ચર્ચાઓ ચાલી રહી છે.

બજેટ તૈયાર કરવાની પ્રક્રિયા જવાબદારીપૂર્વક, દૂરંદેશીતા અને રાષ્ટ્રહિતને કેન્દ્રમાં રાખીને કરવામાં આવી છે. બજેટમાં યુવાનો, મહિલાઓ, શ્રમિકો, ખેડૂતો અને વેપારી વર્ગ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી વિકસીત ભારતની સરંચના સાકાર કરવા પર ભાર મુકવામાં આવ્યો છે.

અગ્રવાલે બજેટના વિવિધ પાસાઓ પર પ્રકાશ પાડતા જણાવ્યું કે, સરકારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર આ વર્ષે ₹12.50 લાખ કરોડનો જંગી ખર્ચ કરવાની જોગવાઈ કરી છે. રોડ, એક્સપ્રેસ-વે, રેલ કોરિડોર અને મેટ્રોના વિસ્તાર દ્વારા ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ ઘટાડી ’ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ’ અને ’ઇઝ ઓફ લિવિંગ’ને પ્રોત્સાહન આપવામાં આવશે. મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં આમૂલ પરિવર્તન લાવવા માટે MSME પર વિશેષ ભાર મુકાયો છે. વૈશ્વિક સપ્લાય ચેઇન સાથે ભારતીય ઉદ્યોગો જોડાય તે માટે કસ્ટમ ડ્યુટીનું સરળીકરણ કરવામાં આવ્યું છે. 38 દેશો સાથે થયેલા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA)નો મહત્તમ લાભ ભારતીય ઉદ્યોગોને મળે તેવું આયોજન બજેટમાં છે.

તેઓએ કહ્યું કે, દેશમાં હાલ પોણા બે લાખ જેટલા સ્ટાર્ટઅપ્સ કાર્યરત છે, જેને વધુ મજબૂતી અપાશે. સેમિક્ધડક્ટર ક્ષેત્ર માટે ₹40,000 કરોડની ફાળવણી કરવામાં આવી છે. AI ડેટા સેન્ટર અને રિન્યુએબલ એનર્જી જેવા ઉભરતા ક્ષેત્રોમાં રોકાણ વધારી રોજગારીની નવી તકો ઉભી કરાશે. સરકારે રાજકોષીય ખાધ (Fiscal Deficit))ંને 4.4% પર મર્યાદિત રાખવાનો અને મોંઘવારી દરને 2% થી નીચે રાખવાનો લક્ષ્યાંક રાખ્યો છે. બેંકિંગ સેક્ટરની મજબૂતી અને ઙજઞ દ્વારા મળતું જંગી ડિવિડન્ડ દેશની આર્થિક સ્થિતિ વધુ સુદ્રઢ હોવાનું પ્રમાણ છે.

આ પત્રકાર પરિષદમાં પ્રદેશ ભાજપા મહામંત્રી અનિરૂૂદ્ધભાઈ દવે, રાજકોટ મહાનગર ભાજપા અધ્યક્ષ ડો. માધવભાઇ દવે, રાજકોટના મેયર નયનાબેન પેઢડિયા, પ્રદેશ અગ્રણી ધનસુખભાઇ ભંડેરી, રાજુભાઇ ધ્રુવ સહિત ભાજપા આગેવાનો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં.