ખંભાળિયામાં જુગાર રમતા છ શખ્સો ઝડપાયા

ખંભાળિયામાં સ્થાનિક પી.આઈ. બી.જે. સરવૈયાની સૂચના મુજબ સ્ટાફ દ્વારા ગઈકાલે ગુરુવારે કરવામાં આવેલી કાર્યવાહીમાં પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફના કાનાભાઈ લુણા, યોગરાજસિંહ ઝાલા તથા અરજણભાઈ આંબલીયાને મળેલી…

ખંભાળિયામાં સ્થાનિક પી.આઈ. બી.જે. સરવૈયાની સૂચના મુજબ સ્ટાફ દ્વારા ગઈકાલે ગુરુવારે કરવામાં આવેલી કાર્યવાહીમાં પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફના કાનાભાઈ લુણા, યોગરાજસિંહ ઝાલા તથા અરજણભાઈ આંબલીયાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ખંભાળિયાના રાવલ પાડો વિસ્તારમાંથી પોલીસે ગંજીપાના વડે જાહેરમાં જુગાર રમી રહેલા સુભાષ છગન ડાંગર, મનોજ બીજલ પરમાર, દેવા જીતેશ ગોહિલ, વિશાલ લખમણ પરમાર, કિશન રાણા પરમાર અને રાહુલ અમરાસિંહ પરમાર નામના છ શખ્સોને ઝડપી લઇ, રૂૂપિયા 10,530 રોકડા તથા બે નંગ મોબાઈલ ફોન મળી, કુલ રૂૂપિયા 20,530 નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.