Site icon Gujarat Mirror

જેતપુરનાં કારખાનામાં જુગાર રમતા છ શખ્સો ઝડપાયા

રાજકોટ જીલ્લામાં દારૂૂ જુગારના કેસો કરવાની સુચના અન્વયે એલસીબીની ટીમે બાતમી આધારે જેતપુરના ધારેશ્વર વિસ્તારમાં આવેલ કારખાનામાં ધમધમતા જુગારધામ ઉપર દરોડો પાડી જુગાર રમતા કારખાનેદાર સહિત છ જુગારીને ઝડપી લઈ 2.24 લાખ લાખની રોકડ તેમજ કાર, ચાર બાઈક, છ મોબાઈલ સહીત 9.14 લાખનો મુદામાલ કબજે કર્યો હતો. રાજકોટ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને ગેરકાયદે દારૂૂ-જુગારના અડ્ડાઓ નષ્ટ નાબુદ કરવા જીલ્લા પોલીસવડા હિમકર સિંહની સુચના અને માર્ગદર્શન હેઠળ ગ્રામ્ય એલસીબી પીઆઈ વી વી ઓડેદરા અને તેની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન સ્ટાફને માહિતી મળી હતી કે જેતપુરના ધારેશ્વર વિસ્તારમાં સર્કીટ હાઉસની પાછળ આવેલ શિવમ ફીનીશીંગ નામના કારખાનામાં જુગારધામ ચાલે છે આ બાતમી આધારે સ્ટાફે દરોડો પાડી જેતપુરના બાવાવાળાપરાનો ધવલભાઈ ભીખાભાઈ સાવલિયા, નવાગઢનો અનિરૂૂદ્ધસિહ જીતુભા ચુડાસમા, રબારીકાનો બબાભાઈ બચુભાઈ લાલુ, બાવાવાળાપરાનો જયેશભાઈ ઉર્ફે જગો માવજીભાઈ સખરેલીયા, નાના દુધીવદરનો રસિકભાઈ ધીરૂૂભાઈ રામોલીયા અને જેતલસરનો રાજેશભાઈ ઉર્ફે રાજુભાઈ આંબાભાઈ ડોબરિયા જુગાર રમતા મળી આવતા તમામની ધરપકડ કરી એલસીબીની ટીમે 2.24 લાખ રોકડા, 5 લાખની કાર, 1.30 લાખના 4 બાઈક, 60,500ના 6 મોબાઈલ સહીત 9,14,500 રૂૂપિયાનો મુદામાલ કબજે કર્યો હતો.

રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. ના પી.આઈ વી.વી.ઓડેદરા, પીએસઆઈ એચ.સી. ગોહીલ સાથે એ.એસ.આઇ. બાલકૃષ્ણભાઈ ત્રિવેદી, અનીલભાઈ બળકોદીયા, દિવ્યેશભાઈ સુવા, નિલેશભાઈ ડાંગર, રાજુભાઈ સાંબડા, હરેશભાઈ પરમાર, શક્તીસીંહ જાડેજા, વિજયસિંહ જાડેજા, અરવિદસીંહ જાડેજા, કૌશીકભાઈ જોશી, મિરલભાઈ ચંદ્રવાડીયા, ભાવેશભાઈ મકવાણાએ કામગીરી કરી હતી.

Exit mobile version