15મી ઓગસ્ટ પહેલાં તમામ વીજપોલ, લાઇનની ફરિયાદોના નિકાલ માટે સોમવારથી ખાસ કાર્યક્રમ
રોશની સમિતી હેઠળ આવતા વિજ પોલોમાં જયાં જયાં લાઈટીંગ વ્યવસ્થા સમગ્ર રાજકોટમાં કરવામાં આવેલ છે. તેમાં રોશની કમિટીના ચેરમેન / વાઈસ ચેરમેન તેમજ સભ્યઓ દરેક વિસ્તારમાં દરરોજ રાત્રિના 9-00 થી 11-00 કલાક સુધી પ્રત્યેક વોર્ડમાં સ્થળ ઉપર વોર્ડ ઓફીસે બેસીને સ્ટ્રીટ લાઈટ સંબંધિત ફરિયાદો જે તે વોર્ડમાં જઈને સાંભળવાના છે અને જે તે વોર્ડમાં આવેલ ફરિયાદો તેમજ પેન્ડીંગ ફરિયાદો તેમજ જુદી જુદી ટેકનીકલ એરર સંબંધીત પ્રજાના પ્રશ્નોને વાચા આપીને સ્થળ ઉપર જ પ્રશ્નનો નિકાલ થાય તેવી આગોતરી વ્યવસ્થા રોશની કમિટીના ચેરમેન ડો.પરેશ ઠાકર, વાઈસ ચેરમેન રાજશ્રીબેન, રીટાબેન સખીયા, જયશ્રીબેન જાડેજા અને રાજેશભાઈ સાગઠીયા ધ્વારા વિધાનસભા વાઈઝ જુદા જુદા વોર્ડમાં પ્રશ્નો સાંભળવા માટે રૂૂબરૂૂ જવાના છે. જે અનુસંધાને ટેકનીકલ આસીસ્ટન્ટની ટીમ પ્રત્યેક વોર્ડમાં કમિટીના સદસ્યો સાથે રહી સ્થળ ઉપર જ પ્રશ્નનું નિરાકરણ થાય તે માટે આદેશ કરવામાં આવ્યો છે. તમામ વોર્ડના ફરિયાદ નંબર 155304 કરી શકાશે.
વધુમાં પ્રત્યેક દિવસે તા.20/7/2026 થી લઈ તા.12/8/2026 સુધીમાં આ ફરિયાદ / રજુઆત સાંભળવા અને નિકાલ કરવાની કાર્યવાહી ચાલુ રહેશે.
તે અનુસંધાને જવાબદાર અધિકારીની વિશેષ ચિંતા કરવા અને ટેકનીકલ સ્ટાફ સાથે નિમણૂંક સત્વરે કરવા વિનંતી છે. તમામ વોર્ડ ઓફીસરને તેમના વોર્ડમાં આવતી ફરિયાદ સંકલન અને નિરાકરણ લાઈટીંગ સમિતીને યોગ્ય વ્યવસ્થા પુરી પાડવા માટે સુચના આપવા વિનંતી છે.
વિશેષ રજુઆત માટે લાઈટીંગ સમિતીના ચેરમેનશ્રી ડો.પરેશ ઠાકરએ જણાવ્યું છે કે, વોર્ડમાં ફરિયાદ સંકલન કાર્યક્રમ અંતર્ગત જે કોઈને કોઈપણ પ્રકારના રાજકોટ મહાનગર પાલીકા રોશની વિભાગ અંતર્ગત સ્ટ્રીટ લાઈટના પ્રશ્નો હોય તો 155304 ઉપર સંપર્ક કરવા વિનંતી છે. આ નંબર કોલ સેન્ટરનો નંબર છે અને આ નંબરના આધારે જે વોર્ડમાંથી ફરીયાદ આવેલ હોય, તે વોર્ડના જવાબદાર અધિકારીશ્રી તેમજ કર્મચારીશ્રીને ફરીયાદ સેક્ધડોમાં ફોરવર્ડ કરવામાં આવે છે. સાથોસાથ કોલ સેન્ટરમાં આવેલ ફરિયાદનું સંકલન અને નિરાકરણ પણ થઈ શકે છે. જેથી રાજકોટના પ્રજાજનોએ કોલ સેન્ટર ઉપર પોતાની ફરિયાદ લખાવવી.
