Site icon Gujarat Mirror

રેલનગરમાં બેંક સાથે ગોલ્ડ લોન ટ્રાન્સફર કરાવવાના બહાને છ લાખની ઠગાઇ

રાજકોટ શહેરના રેલનગર વિસ્તારમાં આવેલી ફેડ બેંક ફાઇનાન્સિયલ સર્વિસ લિમિટેડ સાથે ₹6,00,000ની છેતરપિંડીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ મામલે બેંકના સિનિયર એરિયા મેનેજર હિરેનભાઈ મહેશભાઈ વ્યાસે પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં ગૌરાજ ગોપાલભાઈ ડોડિયા નામના શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
આરોપીએ પોતાની જૂની ગોલ્ડ લોન ટ્રાન્સફર કરાવવાના બહાને બેંક પાસેથી લાખો રૂૂપિયા મેળવી લીધા હતા, પરંતુ બાદમાં સોનું જમા કરાવવાને બદલે હાથ ઊંચા કરી દીધા હતા.ફરિયાદ મુજબ, ગત 17 જાન્યુઆરી 2026ના રોજ આરોપી ગૌરાજ ડોડિયા (રહે. આર્યનગર, પેડક રોડ) રેલનગર શાખા પર આવ્યો હતો.

તેણે જણાવ્યું હતું કે તેની ઈંઈંઋક બેંકમાં ₹8,15,000ની ગોલ્ડ લોન ચાલુ છે, જે તેને ફેડબેંકમાં ટ્રાન્સફર કરાવી છે. બેંક દ્વારા પ્રક્રિયા પૂર્ણ કરી આરોપીના એસ.બી.આઈ. ખાતામાં ₹8,15,000 જમા કરવામાં આવ્યા હતા, જેથી તે જૂની લોન ભરીને સોનું છોડાવી ફેડબેંકમાં જમા કરાવી શકે. જોકે, આરોપીએ વિશ્વાસ આપવા છતાં સોનું જમા કરાવ્યું નહોતું. બેંકના કર્મચારીઓ તેના ઘરે તપાસ કરવા ગયા ત્યારે તેણે રોકડમાં નાણાં પરત કરવાનું વચન આપ્યું હતું.

આરોપીએ કટકે-કટકે ₹2,15,000 પરત કર્યા હતા, પરંતુ બાકી નીકળતા ₹6,00,000 પરત કરવાની સાફ ના પાડી દીધી હતી અને બેંક કર્મચારીઓને કાયદેસરની કાર્યવાહી કરવા માટે પડકાર ફેંક્યો હતો. આખરે બેંક દ્વારા ગત 25 માર્ચ 2026ના રોજ ભારતીય ન્યાય સંહિતા (ઇગજ) ની કલમ 316(2) હેઠળ ગુન્હો નોંધાવવામાં આવ્યો છે. હાલ પ્રદ્યુમનનગર પોલીસે હેડ કોન્સ્ટેબલ લાભુભાઇ આંબાભાઈને તપાસ સોંપી આરોપીની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Exit mobile version