Sports

દક્ષિણ આફ્રિકા સામે ODI સિરિઝમાં કોચની જવાબદારી સિતાંશુ કોટકને

Published

on

 

આગામી તા.20થી 22 પ્રિટોરિયામાં રમાશે મેચ

દક્ષિણ આફ્રિકા વિરૂૂદ્ધ ઓડીઆઇ સિરીઝ પહેલા મોટો બદલાવ કરવામાં આવ્યો છે. રાહુલ દ્રવિડ આ સિરીઝ માટે કોચિંગની જવાબદારી નહીં સંભાળે. દ્રવિડની જગ્યાએ આ કામ નેશનલ ક્રિકેટ એકેડમી સાથે જોડાયેલા સિતાશું કોટક કરશે.

20થી 22 ડિસેમ્બર સુધી પ્રિટોરિયામાં રમાનાર ત્રણ દિવસીય મેચ પર આ નજર રાખશે. કેએલ રાહુલના નેતૃત્વની વન ડે ટીમ માટે કોચિંગની જવાબદારી સિતાશું કોટકના નેતૃત્વમાં નેશનલ ક્રિકેટ એકેડમીના સ્ટાફને આપવામાં આવી છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે કોટક સિવાય અજય રાત્રા ફિલ્ડિંગ કોચના રૂૂપમાં કામ કરશે. એનસીએ સાથે જોડાયેલા રાજીવ દત્તા બોલિંગ કોચ હશે. રવિવારે જ્હોનિસબર્ગમાં પ્રથમ વન ડે સિવાય અન્ય બે વન ડે મેચ 19 ડિસેમ્બર ગકેબરહા અને 21 ડિસેમ્બરે પાર્લમાં રમાશે.

એવું માનવામાં આવે છે કે દ્રવિડનું લક્ષ્ય લાંબા ફોર્મેટ પર ફોકસ કરવાનું છે, જેમાં 26 ડિસેમ્બરથી સેંચુરિયન અને 3 જાન્યુઆરીથી કેપટાઉનના ન્યૂલેન્ડ્સમાં રમાનાર બે ટેસ્ટ મેચ સામેલ છે. વન ડે મેચમાં કોચિંગ છોડવાનો સીધો અર્થ છે કે દ્રવિડનું ફોકસ ટેસ્ટ સિરીઝ તરફ છે, જેથી ટેસ્ટ મેચના સારા પ્રદર્શનથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઇન્ટ્સ ટેબલમાં ટીમ ઇન્ડિયા સારૂૂ પ્રદર્શન કરી શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version