ગુજરાત
દુષ્કર્મીઓને ફાંસીની સજા થાય તો જ બહેન-દીકરીઓને ન્યાય મળશે: સંઘવી
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ‘ગુજરાત મિરર’ના ડાયરેકટર પરેશ ગજેરાને સાથે રાખી પોણો ડઝન ગરબામાં આપી હાજરી
ગુજરાતના ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી ગઇકાલે રાજકોટ આવ્યા હતા અને રાત્રે ખોડલધામ ઇસ્ટઝોન, યુનિટી કલબ નવરાત્રી મહોત્સવ, કલબ યુવી, ખોડલધામ નવરાત્રી મહોત્સવ સહીત પોણો ડઝન જેટલા રાસોત્સવની મુલાકાતે ગયા હતા અને ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો હતો. આ સમયે હર્ષ સંઘવી સાથે ‘ગુજરાત મિરર’ના ડાયરેકટર પરેશભાઇ ગજેરા ઉપરાંત ભાજપના પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઇ બોઘરા, ધારાસભ્ય ઉદય કાનગડ તેમજ ભાજપના સ્થાનિક આગેવાનો- હોદેદારો પણ જોડાયા હતા.
રાજકોટ શહેરના ગૃહ મંત્રી હર્ષ સંઘવી મંગળવારના રાત્રિના વિવિધ નવરાત્રી મહોત્સવમાં હાજરી આપી હતી. ત્યારે યુનિટી ક્લબ આયોજીત નવરાત્રી મહોત્સવ પણ તેઓએ હાજરી આપી હતી. હર્ષ સંઘવીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ગરબા રમવાની મજા આવી રહી છે ને તમને ? કોઈ ગરબા બંધ કરાવવા તો આવી નથી રહ્યો ને ? સાથે જ વિરોધી પર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે ગુજરાતમાં ઘણા લોકોને તમે અહીંયા રમો છો પરંતુ કેટલાક ને તમે રમો છે તેનાથી વાંધો છે.ત્યારે હું તમને પૂછું છું તમને કોઈ અટકાવવા આવ્યું છે હજુ સુધી? ગરબા બંધ કરાવવા કોઈ આવ્યું છે હજુ સુધી?
વધુમાં પોતાના સંબોધનમાં હરિયાણામાં ભાજપની જીત પર રાહુલ ગાંધી પર કટાક્ષ કરતાં જણાવ્યું હતું કે આજ ગરબા ભી ખેલેંગે ઓર જલેબી ભી ખાયેંગે આજનો દિવસ ખુશીનો દિવસ છે. આજે તો ગરબા પણ રમવાનું છે અને ગરબા પૂર્ણ કરી ઘરે જતા જલેબી પણ ખાતી જવાની છે
વધુમાં તેઓએ વડોદરામાં સગીરા સાથે બનેલ દુષ્કર્મની ઘટના મામલે હર્ષ સંઘવીએ કહ્યું આજે પણ માતાજીના ચરણોમાં પ્રાર્થના કરી છે કે, દુષ્કર્મ આચારનારા નરાધમોને ફાંસી થી કમ સજા ન થવી જોઈએ તો જ મારી ગુજરાતની બહેન અને દીકરીઓને સાચા અર્થમાં ન્યાય મળશે બહેનો અને દીકરીઓને વિનંતી છે કે તે પોતાના ઘરે રહેલ માતા અને અંબામાં નો વિશ્વાસ તોડે નહિતમને તમારા પરિવારના લોકોએ જે સ્વતંત્રતા આપી છે તેને સાચા અર્થમાં વિશ્વાસ સાથે નિભાવી જાણો. રાજકોટના ગરબાઓમાં હાજરી આપ્યા બાદ મોડી રાત્રે હર્ષ સંઘવી એસ.ટી. બસ મારફત ભુજ જવા રવાના થયા હતા.