Site icon Gujarat Mirror

મેટોડામાં ભાઇ સાથે મોબાઇલ મુદ્દે રકઝક થતા બહેનનો આપઘાતનો પ્રયાસ

લોધીકા તાલુકાના મેટોડા જીઆઇડીસીમા રહેતી સગીરાને મોબાઇલ મુદે ભાઇ સાથે ઝઘડો થયો હતો. જે અંગે પિતાએ ઠપકો આપતા સગીરાએ ફીનાઇલ પી લીધુ હતુ. આપઘાતનો પ્રયાસ કરનાર સગીરાને સારવાર માટે ખસેડવામા આવી હતી.

આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ લોધીકા તાલુકાના મેટોડા જીઆઇડીસીમા રહેતી મમતાબેન જયસુખભાઇ પરમાર નામની 17 વર્ષની સગીરાને મોબાઇલ મુદે ભાઇ સાથે ઝઘડો થયો હતો. જે અંગે પિતા જયસુખભાઇ પરમારે ઠપકો આપ્યો હતો. મોબાઇલ મુદે ભાઇ સાથે થયેલો ઝઘડો અને પિતાએ આપેલા ઠપકાથી માઠુ લાગી આવતા મમતાબેન પરમારે ફીનાઇલ પી લીધુ હતુ. સગીરાને ઝેરી અસર થતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામા આવી હતી. આ ઉપરાંત બીજા બનાવમા પડધરી તાલુકાના ખોડા પીપળ ગામે ખેત મજુરી અર્થે આવેલા હરેશ નવલભાઇ વશુનીયા નામના ર0 વર્ષનો યુવાન ધીરૂભાઇ ગઢીયાની વાડીએ હતો ત્યારે બપોરના ત્રણેક વાગ્યાના અરસામા ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતા તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામા આવ્યો હતો. ઉપરોકત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version