ગુજરાત

સિંધી સમાજ દ્વારા આવતીકાલે રાવણના પૂતળાનું કરાશે દહન: તડામાર તૈયારી

Published

on

રાવણ ની 35 ફૂટ તેમજ અને મેઘનાદ તેમજ કુંભકર્ણની 30 ફૂટના કદની પ્રતિમાઓ તૈયાર થઈ રહી છે

જામનગરના પ્રદર્શન મેદાનમાં આવતીકાલ શનિવાર તા 12 નાં રોજ વિજયાદશમી નિમિત્તે જામનગરમાં સિંધી સમાજ દ્વારા પ્રતિવર્ષની માફક રાવણના પૂતળા દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. શનિવારે સાંજ પછી પ્રદર્શન મેદાનમાં રાવણ, કુંભકર્ણ અને મેઘનાદ ના પૂતળાનું દહન કરવામાં આવનાર છે. આ માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. સિંધી સમાજ દશેરા કમિટી ના આગેવાનો, કારોબારી સભ્યો એવા સર્વેશ્રી પરમાણંદભાઈ ખટ્ટર, જી.કે. ગંગવાણી, પ્યારેલાલ રાજપાલ, હરેશ ગનવાણી સહિતના ઓ દ્વારા કાર્યક્રમ ની સફળતા માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે.


જેમાં લંકા પતિ રાજા રાવણની 35 ફૂટના કદની પ્રતિમા તૈયાર કરવામાં આવી રહી છે, અને તેમાં મોટી માત્રામાં દારૂૂ ગોળો ભરવામાં આવ્યો છે ઉપરાંત મેઘનાથ અને કુંભકર્ણની 30 ફૂટના કદની પ્રતિમાઓ તૈયાર થઈ રહી છે. જેમાં પણ મોટી સંખ્યામાં દારૂૂખાનું સમાવવામાં આવ્યું છે, અને કાર્યક્રમ માટેની ભરપૂર તૈયારીઓ થઈ રહી છે સાથોસાથ નાનક પુરી થી શોભાયાત્રા નું પણ આયોજન કરાયું છે. જે શહેરના રાજમાર્ગો પર ફરીને પ્રદર્શન ગ્રાઉન્ડ માં પરીપૂર્ણ થશે. જેમાં લીમડાલેન વિસ્તારમાં આવેલી આદર્શ ભારતમાતા ગરબી મંડળ માં દેવી-દેવતા અને મહાપુરુષો ની વેશભૂષા ધારણ કરનાર કલાકારો પણ સામેલ થશે , અને ઘોડે સવારી કરીને અથવા અન્ય રીતે શોભાઝયાત્રામાં જોડાશે એ નગરમાં આકર્ષણનું કેન્દ્ર બનશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version