Site icon Gujarat Mirror

તું અમારા આવ્યા પછી દેણું વધી ગયું છે તારા પગ ભારે છે, પરિણીતાને સાસરિયાનો ત્રાસ

હાલ હુડકો ફાયર બ્રિગેડની પાછળ રહેતાં માનસીબેન (ઉ.વ.20)એ પતિ રવિ ડાંગર, સસરા, નારાયણભાઈ, સાસુ હંસાબેન, જેઠ અંકિતભાઈ, જેઠાણી સોનલબેન અને નણંદ પારૂૂલબેન હુંબલ સામે નાની-નાની વાતમાં મેણાટોણા મારી મારકૂટ કરી ત્રાસ ગુજાર્યાની આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

માનસીબેને પોલીસને જણાવ્યું કે, તેણે નવ માસ પહેલા રવિ સાથે પ્રેમ લગ્ન કર્યા હતાં. તે પિતા સાથે શિવધારા સોસાયટીમાં રહેતી હતી. જેથી તે જ સોસાયટીમાં રહેતા રવિ સાથે મનમેળ થતા લગ્ન કર્યા હતાં. લગ્ન બાદ તે સંયુક્ત પરિવારમાં રહેવા ગઈ હતી. થોડા સ મય સારી રીતે રાખ્યા બાદ સાસુ અને જેઠાણી તું કામ કરતી નથી, તું કરિયાવર લાવી નથી તેમ અને સસરા તેમજ જેઠ તું અમારા આવ્યા પછી અમારે દેણુ વધી ગયું છે. તારા પગ ભારે છે કહી મેણાટોણા મારતા હતા.

સાસુ અને નણંદ પતિને ચડામણી કરતા તે મારકૂટ કરતો હતો. ત્યારબાદ તે પતિ સાથે કોઠારીયામાં ખોડલધામ સોસાયટીમાં અલગ રહેવા ગયા હતાં. થોડા સમય બાદ સાસરિયાઓ પતિને ચડામણી કરતાં પતિ શંકા કરી ઘરકામ બાબતે બોલાચાલી કરી મારકૂટ કરી હેરાન કરતો હતો. ગઈ તા. 13નાં પતિએ મારકૂટ કરી હતી. સહન ન થતા માતાને વાત કર્યા બાદ તે માવતરે ચાલી ગઈ હતી. અને આ મામલે આજીડેમમાં ફરિયાદ નોંધાવી હતી.

Exit mobile version