ગૌહત્યા અટકાવવા રાજકોટ ખાતે સહી ઝુંબેશ

બહુમાળી ભવન ચોક ખાતે સાધુ સંતો, ગૌ પ્રેમીઓ મોટી સંખ્યામાં રહ્યા હાજર: પૂર્વ મામલતદારને સોપ્યું આવેદન ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવા માટે વિવિધ સેવાકીય સંસ્થાઓ…

બહુમાળી ભવન ચોક ખાતે સાધુ સંતો, ગૌ પ્રેમીઓ મોટી સંખ્યામાં રહ્યા હાજર: પૂર્વ મામલતદારને સોપ્યું આવેદન

ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવા માટે વિવિધ સેવાકીય સંસ્થાઓ દ્વારા અનેક પગલાંઓ લેવા આવતા હોય છે ત્યારે ગૌહત્ય સંપૂર્ણપણે બંધ થાય તે માટે કડક કાયદો અમલી બને તે હેતુસર રાજકોટના સાધુ સંતો, ગૌ પ્રેમીઓ, ગૌ તાલુકો ગૌશાળા ના સંચાલકો દ્વારા ખાસ સહી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. બહુમાળી ભવન ખાતે સહી ઝુંબેશનો કાર્યક્રમ હાથ ધરી રાજકોટ પૂર્વ મામલતદાર ને આયોજનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ગૌ હત્યાના કિસ્સાઓ જે રીતે વધી રહ્યા છે તેના પર અંકુશ મૂકવો ખૂબ જરૂૂરી છે સાથોસાથ જે કાયદો બન્યો છે તેને કડક અમલવારી થાય એ પણ એટલી જ આવશ્યક છે જેને લઈને ગૌ સન્માન આહ્વાન અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

માત્ર રાજકોટ જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં વિવિધ મામલતદાર કચેરીઓ ખાતે શહી સાથેનો કાગળ મામલતદારને આપવામાં આવી રહ્યો છે જેથી ગૌ હત્યાનો કાયદો છે તેની યોગ્ય અમલવારી થઈ શકે. રાજકોટમાં બહુમાળી ભવન ચોક ખાતે ખૂબ મોટી સંખ્યામાં ગૌપ્રેમી તથા સંતો મહંતો દ્વારા ગૌસન્માન આહ્વાન અભિયાન હાથ કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં વિવિધ ફ્લોટ્સ પણ મૂકવામાં આવ્યા હતા. અને ગૌમાતાની મહત્વતા અંગે જાગૃતતા પણ ફેલાવવામાં આવી હતી. ત્યારે આવનારા દિવસોમાં રાષ્ટ્રીય સ્તરે પણ આ પ્રકારની વિવિધ કામગીરી અને ખાસ કાર્યક્રમો યોજવામાં આવશે. લોકોમાં ગૌ માતા અંગે કરુણતા આવે તે હેતુસર વિવિધ કાર્યક્રમો પણ હાથ ધરવામાં આવશે તેવું સમાજના વિવિધ આગેવાનોએ જણાવ્યું હતું.