Site icon Gujarat Mirror

બીમાર બુઝુર્ગ દંપતીએ બીમારીથી કંટાળી સજોડે ઝેરી ટીકડા ખાઈ સજોડે કરેલો આપઘાત

ધ્રોલ તાલુકાના વાંકિયા ગામનો અતિ કરુણાજનક કિસ્સો

જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના વાંકિયા ગામમાં ગઈકાલે ભારે કરૂૂણાજનક કિસ્સો બન્યો છે, અને ગામમાં ગમગીની ફેલાઈ છે. વાંકીયા ગામમાં રહેતા બુઝુર્ગ દંપતિ, કે જેઓ છેલ્લા કેટલાક સમયથી બીમાર અને અશક્ત અવસ્થામાં જીવન જીવી રહ્યા હતા, તેઓએ પોતાની બીમારી થી કંટાળી જઈ ગઈકાલે પોતાના ઘેર ઘઉંમાં નાખવાના ઝેરી ટીકડા ખાઈ લેતાં બંનેના મૃત્યુ નીપજયા છે, અને ગમગીની ફેલાઈ છે.

આ બનાવની વિગત એવી છે કે વાકિયા ગામમાં રહેતા દામજીભાઈ મૂળજીભાઈ ભીમાણી નામના 70 વર્ષના બુઝુર્ગ તેમજ મનુબેન દામજીભાઈ ભીમાણી નામના 68 વર્ષના પત્ની, કે જે બંને એ ગઈકાલે પોતાના ઘેર ઘઉંમાં નાખવાના ઝેરી ટીકડા ખાઈ લીધા હતા, તેથી બંનેને સારવાર માટે ધ્રોળની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં બંને ના મૃત્યુ નીપજ્યા હોવાનું જાહેર કરાયું હતું.

આ બનાવ અંગે મૃતક ના પૌત્ર મયંકભાઇ મગનભાઈ ભીમાણીએ પોલીસને જાણ કરતાં ધ્રોળ ના પોલીસ હેડ કોન્સ્ટેબલ જે કે દલસાણીયા બનાવના સ્થળે અને ત્યારબાદ સરકારી હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને બુઝુર્ગ દપત્તિના મૃતદેહનો કબજો સંભાળી સમગ્ર મામલામાં વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસમાં જાહેર કરાયા અનુસાર બંને ઘણા સમયથી શારીરિક અને માનસીક રીતે બીમાર રહેતા હતા, અને તેઓની દવા પણ ચાલુ હતી. જે દરમિયાન પોતાની બીમારીથી કંટાળી જઇ બંનેએ આત્મહત્યા કરી લેવાનો પ્લાન કર્યો હતો, તે પ્રમાણે જંતુનાશક દવા ના ટિકડા ખાઈ લઇ પોતાના જીવનનો અંત લાવી દીધો છે. જે બનાવને લઈને સમગ્ર પરિવારમાં ગમગીની ફેલાઈ છે.

ધ્રોળ તાલુકાના વાકિયા ગામમાં આપઘાત કરી લેનાર દામજીભાઈ મૂળજીભાઈ ભીમાણી અને મનુબેન દામજીભાઈ ભીમાણી, કે જેઓ પોતે તો શારીરિક અને માનસિક અસ્વસ્થતા અને બીમાર જીવન જીવતા હતા, અને તેઓએ આ પહેલા પણ આપઘાત નો પ્રયાસ કર્યો હતો. જેમાં દામજીભાઈ એ તો ચાલું રિક્ષામાંથી કૂદકો મારી દઇ જીવનનો અંત લાવવા પ્રયાસ કર્યો હતોઝ અને તેમના પત્નીએ પણ આપઘાત નો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમાં તેઓ બચી ગયા હતા, અને લાંબી સારવાર પણ ચાલી હતી. દરમિયાન ગઈકાલે ફરી બંનેએ આ અંતિમ પગલું ભર્યું છે. અગાઉ પોતાનું ઘર છોડીને પણ ચાલ્યા ગયા હતા.

જેઓની બીમારી ઉપરાંત બંનેના પુત્ર મગનભાઈ ભીમાણી અને તેની પુત્રવધુ, કે જેઓ બંને પણ મુકબધીર છે, અને કશું બોલી શકતા નથી. આથી પોલીસે પૌત્ર મયંક ભીમાણી નું નિવેદન નોંધ્યું હતું.

Exit mobile version