Site icon Gujarat Mirror

શ્યામ કિરણ સોસાયટીના ધરાર પ્રેમીને યુવતીએ લગ્નની ના પાડતા કર્યો આપઘાતનો પ્રયાસ

 

શહેરમા માંડાડુંગર વિસ્તારમા આવેલી શ્યામ કિરણ સોસાયટીમા રહેતા યુવકે ગમતી યુવતી સાથે લગ્ન કરવા હતા પરંતુ યુવતીએ લગ્નનો ઇન્કાર કરતા ધરાર પ્રેમીએ એસીડ પી લીધુ હતુ. આપઘાતનો પ્રયાસ કરનાર યુવકને સારવાર માટે ખસેડવામા આવ્યો હતો.

આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ આજીડેમ ચોકડી નજીક માંડાડુંગર વિસ્તારમા આવેલી શ્યામકિરણ સોસાયટીમા રહેતા મીહીર મનોજભાઇ વાળા નામનો ર0 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે રાત્રીના સાડા દશેક વાગ્યાના અરસામા એસીડ પી લીધુ હતુ. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમા દાખલ કરવામા આવ્યો હતો.

પ્રાથમીક પુછપરછમા મીહીર વાળા 3 ભાઇમા વચેટ છે અને તેને ગમતી યુવતી સાથે લગ્ન કરવા હતા પરંતુ યુવતીએ લગ્ન કરવાની ના પાડતા ધરાર પ્રેમીએ એસીડ પી લીધુ હોવાનુ જાણવા મળ્યુ છે.

આ ઉપરાંત બીજા બનાવમા જયપ્રકાશ નગરમા રહેતા અસ્લમ શીરાજભાઇ કનીરી નામનો 30 વર્ષનો યુવાન બપોરના સમયે પેડક રોડ પર બાલક હનુમાન મંદિર નજીક હતો ત્યારે કોઇ અગમ્ય કારણસર જવલનશીલ પ્રવાહી પી લીધુ હતુ.

યુવકને ઝેરી અસર થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમા ખસેડાયો હતો. ઉપરોકત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version