ગુજરાત
વડતાલમાં શ્રીજી મહારાજની લીલા આજે પણ કણ કણમાં: શરણાનંદ સ્વામી
લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિ: નિર્માણાધીન અલૌકિક અક્ષરભુવનનો મનમોહક 3ડી વીડિયોનું અનાવરણ
વડતાલધામ સ્વામિનારાયણ મંદિર તેમજ ટેમ્પલ બોર્ડ વતી મુખ્ય કોઠારી ડો. સંતવલ્લભદાસજી સ્વામી તેમજ તેમના વતી ગુજરાત પ્રદેશ ભાજપ અગ્રણી ચેતનભાઇ રામાણીની સંયુક્ત યાદીમાં જણાવ્યુ હતુ કે, તા. 7 નવેમ્બર – 2024 ગુરૂૂવાર થી તા. 15 નવેમ્બર – 2024 શુક્રવાર સુધી વિશ્વ વિખ્યાત તીર્થધામ વડતાલને આંગણે શ્રી લક્ષ્મીનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણીમા ભાગ લેવા દરેક સંપ્રદાયના હરિભક્તો સાથે દરેક સંપ્રદાયના વડાઓ, સંતો-મહંતો આદી રાજકીય-સામાજ ક્ષેત્રના આગેવાનોની ઉપસ્થિત નોંધપાત્ર બની છે. ભગવાન શ્રીસ્વામિનારાયણ તેમના જીવનકાળમાં 40 વખત વડતાલ આવ્યા હતા. તેથી, ભગવાન શ્રી સ્વામિનારાયણ દ્વારા ઉપયોગમાં લેવાયેલી વસ્તુઓને લાંબા સમય સુધી સાચવવા અને વૃશ્યમાન રાખવા માટે, મંદિર પ્રશાસને એક વિશાળ સંગ્રહાલય બનાવવાનો નિર્ણય લીધો, જે આધ્યાત્મિક જગતની સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવશે. 2, 85, 000 સ્ક્વેર યાર્ડમાં આકાર લઈ રહેલાં અક્ષર ભુવનનું બાંધકામ અસલ ભારતીય પરંપરા મુજબ કરવામાં આવી રહ્યું છે. આ આખું મ્યુઝિયમ 2 હજાર વર્ષ સુધી અડીખમ રહેશે.
આ અક્ષરભુવનમાં ભગવાન સ્વામિનારાયણના જીવનમાં ઉપયોગમાં આવેલી 5000થી વધુ વસ્તુઓ જેવી કે સુવર્ણ પિચકારી, તીર અને ધનુષ, ઘરમપુરના રાજમાતા કુશળ કુંવરબાએ આપેલો જરીનો ગૂંથેલો મુગટ, ગાયકવાડ સરકારે અર્પણ કરેલો નવલખો હાર, સ્વામિનારાયણ ભગવનનાં નખ, અસ્થિ, કેશ, ચરણરજ, મોજડી, ખેસ,51 વાટની આરતી, શાલ, સહિતની વસ્તુ લોકો માટે પ્રદર્શિત કરવામાં આવશે ત્યારે સ્વામિનારાયણ ભગવાનના અવતારીય ઐશ્વર્યની સાક્ષી રહેલ ભૌતિક વસ્તુઓના ખજાનાસમુ શ્રીસ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની એવા તીર્થરાજ વડતાલ ધામના પવિત્ર ગોમતીજીના તટે નિર્માણાધિન અલૌકિક અક્ષરભુવનનો મનમોહક 3ઉ વીડિયો એક વર્ષથી વધુની મહેનતે તૈયાર કરાયો છે ત્યારે વિડિયોનો અનાવરણ પ્રસંગ યોજી બાદમાં હરિભક્તોએ નિહાળ્યો હતો.
ત્યારે ગઇકાલે 2 દિવસે પ્રથમ સત્રમા, કાષિર્ણી પિઠાધીશ્વર મહામંડલેશ્વર ગુરૂૂ શરણાનંદજી મહારાજ રમણરેતી વ્રજથી વડતાલ ટેમ્પલ બોર્ડના આમંત્રણને સહજ ભાવે સ્વીકારી મહોત્સવના બિજા જ દિવસે ઉપસ્થિત રહ્યા હતા
તેમની સાથે સંતરામ મંદિરથી નિર્ગુણદાસજી મહારાજ અને કૃષ્ણદાસજી મહારાજ પણ હાજર રહ્યા હતા. તેમને પોતાના વક્તવ્ય દરમિયાન કહ્યુ હતુ કે, વ્યાસાસન દુનીયાનુ સૌથી મોટુ અને ઉંચુ આસાન છે, વ્યાસાસન પર વ્યાસજી જ્યારે બિરાજમાન થઈ “શ્રી મદ્ ભાગવદ્ સપ્તાહ નુ ગંગા તટે કથા કહી રહ્યા હતા ત્યારે તેમના માતા-પીતા ગુરૂૂ આદી ભગવાન પણ નીચે બેસીને સાભળતા હતા એટલે એ જોઈ અને સાંભળી આપણે સમજી શકીએ કે વ્યાસાસન સર્વોચ્ચ આસન છે ત્યારે વ્યાસજીને દંડવત પ્રણામ કરતા કહ્યુ હતુ કે રમણરેતી વ્રજથી દ્વિશતાબ્દી મહોત્સવની સફળતાના આશીર્વાદ બાલકૃષ્ણ પાસેથી લઈને પહોંચયો છુ.
જેમ ગિરીરાજ પરિક્રમામા લક્ષ્મીનારાયણ દેવનુ મંદિર બિરાજીત છે તેની બાજુમાં જ એક વૃક્ષ હતુ ત્યાં રોડ-રસ્તાનુ કામ ચાલુ કરવામાં આવ્યુ વૃક્ષને કાપવાની વાત આગળ વધી ત્યારે સ્વયં વૃક્ષે પૂજારીને પ્રાથના કરી કે મારું આયુષ્ય હવે 1 વર્ષ જ છે,બાદ હું સ્વયં સુકાઇ જઈશ ત્યારે હું એનો સાક્ષી રહ્યો છુ કે, 1 વર્ષ બાદ એ વૃક્ષ સુકાઈ ગયુ ત્યારે ગિરીરીજ પર્વત હોય કે ત્યાંના વૃક્ષ હોય કે ત્યાંની રમણરેતી હોય, અમુક અંશે તો એ ભગવાન કૃષ્ણના સખા, સખી કે કોઈક નાનો મોટો સબંધી વ્યકતી જ હોઈ શકે એ જાણવાનુ મને સૌભાગ્ય પ્રાપ્ત થયુ છે એવી જ રિતે વડતાલમધ્યે સ્વયં સ્વામિનારાયણ ભગવાને દક્ષિણ દેશની મુખ્ય ગાદી સ્થાપી અને અહીં અનેક લિલાઓ કરી છે.
અહીં અનેક કાર્તિકી અને ચૈત્રી સમૈયાઓ કરી ભક્તોને હર્ષોલ્લાસ અને આનંદ કરાવ્યા છે, અહીં લુટારાઓ, રખડુઓ ને પણ શ્રીજી મહારાજે સત્સંગના માર્ગે ચાલતા કરી દિધા, માળા કરતા કરિ દિધા એનાથી પણ વિશેષ આજે અહીં મહારાજના પેરવેશ, વાળ, નખ, તલવાર, દાતણ આદી અનેક પ્રસાદીની વસ્તુઓ છે એટલે જ રમણરેતી વ્રજની જેમ વડતાલમા શ્રીજી મહારાજની લિલાથી આજે પણ કણ-કણમા, દરેક વૃક્ષ આદી સર્વે જગ્યા ચૈતન્યમય અને અમૃતજય છે. અંતે કહુ તો, રમણરેતી વ્રજ એ બાલકૃષ્ણની ભૂમી અને વડતાલ એ હરિકૃષ્ણની ભૂમી, બન્નેની લિલાઓ અને મહિમાનો કોઈ પાર નથી.
આજ રોજ 3 દિવસે 1 સત્રમા, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વડતાલ પહોંચવાના છે, ત્યારબાદ, મહોત્સવમાં તેઓએ ભારત સરકાર દ્વારા દ્વિશતાબ્દી મહોત્સવ નિમિત્તે બહાર પાડવામાં આવેલ પાંચ રૂૂપિયાની ટપાલ ટિકિટનું અનાવરણ કર્યુ હતુ. ચારે તરફથી હરિભક્તોનો પ્રવાહ અવિરત ચાલુ છે, માનવ મહેરામણ ઉમટવા લાગ્યુ છે.