Site icon Gujarat Mirror

દિલ્હીમાં બિશ્ર્નોઇ ગેંગના વકીલની કાર પર ગોળીબાર

દિલ્હીમાં જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની લીગલ ટીમના વકીલની કાર પર અજાણ્યા બાઇક સવારોએ ગોળીબાર કર્યો છે. આ ઘટના મંગળવારે રાત્રે આશરે 10 વાગ્યે કાશ્મીરી ગેટ નજીક મરઘટ વાળા હનુમાન મંદિર પાસે બની હતી. હુમલામાં કારમાં સવાર એક વ્યક્તિ ખભામાં ગોળી લાગવાથી ઘાયલ થયો છે, પરંતુ તેની હાલત સ્થિર છે અને જોખમ બહાર છે.

પોલીસ અનુસાર, કારમાં પાંચ વ્યક્તિઓ હતી, જેમાં લોરેન્સ બિશ્નોઈના વકીલ દીપક અને તેમના સાથીઓ સામેલ હતા. વકીલની પત્ની કારમાં નહોતી. હુમલાકારોએ ત્રણ બાઇક સવારો કારની પાછળથી તાગીને ઓછામાં ઓછી 4 ગોળીઓ ચલાવી હતી, જેનાથી કારની પાછળની બારી તૂટી ગઈ હતી. ઘાયલ વ્યક્તિનું નામ સંદીપ છે, જે એનજીઓ સાથે જોડાયેલા છે અને ખત્રી સાથે સંકળાયેલા છે.બાદમાં વીડિયોમાં કાર પાસે એક વ્યક્તિ રસ્તા પર બેઠેલો જોવા મળ્યો હતો. પીડિતોએ જણાવ્યું કે ત્રણ અજાણ્યા વ્યક્તિઓએ બાઇક પર આવીને અંધાધુંધ ગોળીબાર કર્યો અને ભાગી ગયા. પોલીસે કાશ્મીરી ગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પર તમામ એંગલ્સથી તપાસ કરવામાં આવી રહી છે. સ્પેશિયલ સેલ અને ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાયા છે. સીસીટીવી ફૂટેજનું વિશ્ર્લેષણ કરવામાં આવી રહ્યું છે.

સ્ત્રોતો અનુસાર, હુમલો રાઇવલ ગેંગના કાર્યકર્તાઓ દ્વારા કરાયો હોવાની શંકા છે. આ ઘટના લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલા વ્યક્તિઓ પરના હુમલાઓની શ્રેણીમાં નવી કડી ઉમેરે છે.

Exit mobile version