Site icon Gujarat Mirror

રાજકોટમાં BRTSની બસમાં વૃધ્ધની ખુલ્લેઆમ વિકૃત હરકતથી ચકચાર

 

રાજકોટ શહેરમાંથી એક અત્યંત શરમજનક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં બીઆરટીએસ રૂૂટ પર દોડતી બસમાં એક વૃદ્ધ મુસાફર દ્વારા અશ્ર્લીલ અને વિકૃત હરકત કરવામાં આવી હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે.

આ વિડીયોમાં જોઈ શકાય છે કે વૃદ્ધ મુસાફર જાહેરમાં અશ્ર્લીલ ચેષ્ટા કરી રહ્યો છે, જેના કારણે બસમાં મુસાફરી કરી રહેલા અન્ય મુસાફરો, ખાસ કરીને મહિલાઓની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. સોશિયલ મીડિયા પર આ વિડીયો સામે આવતા જ નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને પોલીસ તંત્ર દ્વારા આવા અસામાજિક તત્વો સામે કડક કાનૂની પગલાં લેવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી રહી છે.

Exit mobile version