Site icon Gujarat Mirror

સુરતનો ચોંકાવનારો કિસ્સો: ફેમિલી કોર્ટમાં પતિએ પત્ની કર્યો એસિડ-એટેક, પોતે પણ ઝેરી દવા ગટગટાવી

 

ની ફેમિલી કોર્ટમાં આજે એક ચોંકાવનારી ઘટના બની છે. ફેમિલી કોર્ટમાં પરિસરમાં એક વૃદ્ધ પતિએ પત્ની પર એસિડ-એટેક કર્યો હતો જે બાદ પતિએ પણ ઝેરી દવા પી લીધી હતી. બંનેને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. બન્ને દંપતીનો ભરણપોષણનો કેસ ચાલતો હોવાથી આવ્યાં હતાં.

મળતી વિગતો અનુસાર સુરત જિલ્લા સેવા સદનના પાંચમા માળે આવેલી નામદાર 6 નંબરની કોર્ટમાં આજે પતિ-પત્ની વચ્ચે ખાધા ખોરાકીનો કેસ ચાલતો હતો. દરમ્યાન પતિએ પોતાની જ પત્ની પર એસીડ છાંટી દીધું હતું. ઘટનાને પગલે કોર્ટ પરિચરમાં ભાગદોડ મચી જવા પામી હતી. ઘટના સમયે મહિલાની આસપાસમાં બેઠેલા વકીલોને પણ એસિડના છાંટા ઉડ્યાં હતાં. બીજી તરફ પતિએ પણ ઝેરી દવા પીધી હતી.

હાલમાં દંપતિને સારવાર અર્થે સિવિલમાં ખસેડવામાં આવ્યું છે. આ મામલે પોલીસે સ્થળેથી એસિડની બોટલ સહિતની વસ્તુ જપ્ત કરી કાર્યવાહી શરૂ કરી છે.અરજદારના વકીલના જણાવ્યા અનુસાર પતિ પર અગાઉ પણ હત્યાની કોશિશનો ગુનો નોંધાયેલો છે. અને પતિ હાલ જામીન પર છે.

 

Exit mobile version