ગુજરાત
એરપોર્ટ રોડ ગાર્ડનમાં સિનિયર સિટિઝનને હેલ્પલાઇન 14567 વિશે માહિતી આપતી શી ટીમ
મહિલા પોલીસની સી ટીમે સાયબર ક્રાઇમ અને સીનીયર સિટિઝન હેલ્પલાઇન અંગે માહિતી આપી
રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થા સાથે સુરક્ષા અને સલામતી જળવાઇ રહે તે માટે શહેરમાં તમામ પોલીસ સ્ટેશનમાં એક શી ટીમ કાર્યરત છે. આ ટીમ દ્વારા મહિલાઓ, સિનિયર સીટીઝન અને બાળકો પોતાની જાતને સુરક્ષિત મહેસુસ કરે અને કોઈ પણ સમસ્યા હોય તો તાત્કાલિક શી ટીમ તેમની મદદ કરી તેમની મુશ્કેલીઓનું નિવારણ લાવે તે કાર્ય કરે છે.
ડીસીપી ટ્રાફિક પૂજા યાદવ,મહિલા સેલના એસીપી બારીઆના માર્ગદર્શન હેઠળ મહીલા પોલીસ સ્ટેશન ના પીઆઇ બી.ટી.અકબરીની સૂચનાથી મહીલા પોલીસ સ્ટેશન શી ટીમના મેઘનાબેન મહિપતભાઈ,હંસાબેન ખીમજીભાઈ દ્વારા એરપોર્ટ આર.એમ.સી ગાર્ડનનાં આશરે 20 જેટલા સિનિયર સિટીઝનને શી ટીમ વિશે માહિતી આપવામાં આવી હતી.તેમજ સાયબર ક્રાઇમ 1930 અને સિનિયર સિટીઝન હેલ્પલાઇન નંબર 14567 વિશે માહિતગાર કર્યા હતા.તેમજ દિવાળી નજીક હોય કોઈ ચોરી નો બનાવ નાં બને તેથી પોતાની કીમતી વસ્તુઓ સાચવીને રાખવા જણાવેલ હતું.