Site icon Gujarat Mirror

ગોંડલના બિલિયાળા પાસેથી શાપરનો શખ્સ દેશી પિસ્તોલ સાથે ઝડપાયો

રાજકોટ જીલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી મુક્ત અને ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે હેતુથી રાજકોટ ગ્રામ્ય પોલીસ એક્શન મોડમાં આવી છે. ગુનાહિત પ્રવૃત્તિઓ ડામવા માટે શરૂૂ કરવામાં આવેલી ઝુંબેશ અંતર્ગત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને મોટી સફળતા મળી છે. એસ.ઓ.જી. શાખાએ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક ઇસમને દેશી બનાવટની પિસ્તલ સાથે દબોચી લીધો છે. એસ.ઓ.જી. બ્રાંચના પોલીસ ઇન્સ્પેક્ટર એફ.એ. પારગીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ પી.બી. મિશ્રા અને તેમની ટીમ ગોંડલ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી.

આ દરમિયાન એ.એસ.આઇ. રૂૂપકભાઇ બોહરાને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે એક શખ્સ હથિયાર સાથે હાઇવે પર ફરી રહ્યો છે. આ બાતમીના આધારે ટીમે વોચ ગોઠવી ઓપરેશન પાર પાડ્યું હતું. એસઓજીને મળેલી માહિતી મુજબ, વિજયભાઇ જીતેન્દ્રભાઇ બાંભણીયા નામનો શખ્સ બિલીયાળા ગામના પાટીયા સામે, નેશનલ હાઇવેના ઓવરબ્રિજ નીચે શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે તેની તલાશી લેતા તેના નેફાના ભાગેથી એક દેશી બનાવટની પિસ્તલ મળી આવી હતી. લાયસન્સ વગર ગેરકાયદેસર હથિયાર રાખવા બદલ પોલીસે તેની અટકાયત કરી રૂૂ. 5,000ની કિંમતનું હથિયાર જપ્ત ઝડપાયેલ આરોપી વિજય બાંભણીયા, જે શાપર -વેરાવળનો રહેવાસી છે, તે અગાઉ પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું બહાર આવ્યું છે.

તેના વિરુદ્ધ રાજકોટ આજીડેમ પોલીસ સ્ટેશનમાં 2020 અને 2023માં અને શાપર પોલીસ સ્ટેશનમાં 2024 અને 2026માં જુગારધારા હેઠળના ગુનાઓ દાખલ થયેલ છે. હાલમાં તેની સામે આર્મ્સ એક્ટની કલમ 25(1-બી) (એ) મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રેન્જ આઈજી નિર્લિપ્ત રાય અને પોલીસ અધીક્ષક વિજયસિંહ ગુર્જરની સૂચનાથી એસઓજીના પી.આઈ એફ.એ. પારગી, પી.એસ.આઈ. જી.જે. ઝાલા, પી.બી. મિશ્રા, એ.એસ.આઇ. રૂૂપકભાઇ બહોરા, વિપુલભાઇ ગુજરાતી, ક્રિપાલસિંહ જાડેજા અને પ્રુથ્વિરાજસિંહ ડોડિયાએ કામગીરી કરી હતી.

Exit mobile version