Sports

દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝમાંથી શમી બહાર?

Published

on

ભારતીય ક્રિકેટ ટીમ હાલ દક્ષિણ આફ્રિકાના પ્રવાસે છે. ટીમ ઈન્ડિયાને અહીં T-20 અને ODI બાદ ટેસ્ટ સિરીઝ રમવાની છે. રોહિત શર્માની કપ્તાનીમાં ટેસ્ટ સિરીઝ રમવા જઈ રહેલી ટીમને મોટો ફટકો પડતો હોય તેમ લાગી રહ્યું છે. મળતી માહિતી મુજબ ટીમનો અનુભવી ઝડપી બોલર મોહમ્મદ શમી પ્રવાસમાંથી બહાર થઈ શકે છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે તે દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ઉડાન ભરી શકશે નહીં. દક્ષિણ આફ્રિકા સામે આ વર્ષના અંતમાં રમાનારી પ્રથમ ટેસ્ટ મેચ પહેલા ભારતીય ટીમને ખરાબ સમાચાર મળ્યા છે. 26મી ડિસેમ્બર એટલે કે બોક્સિંગ ડેના રોજ ટીમ ઈન્ડિયા દક્ષિણ આફ્રિકા સાથે બે મેચની ટેસ્ટ શ્રેણી રમશે.
મોહમ્મદ શમી ઈજાના કારણે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાનારી ટેસ્ટ શ્રેણીમાં રમી શકશે નહીં. ક્રિકબઝના સમાચાર મુજબ, ટીમ ઈન્ડિયાનો આ સ્ટાર ફાસ્ટ બોલર હજુ સુધી પગની ઘૂંટીની ઈજામાંથી બહાર આવ્યો નથી. ઈજાગ્રસ્ત હોવા છતાં, તે ICC ODI વર્લ્ડ કપમાં રમ્યો હતો. ODI અને T 20માં રમી રહેલી ટીમ બાદ ટેસ્ટ ટીમમાં પસંદગી પામેલા ખેલાડીઓ ઉડાન ભરવાના છે. 15 ડિસેમ્બરે તમામ ખેલાડીઓએ કેપ્ટન રોહિત શર્મા સાથે રવાના થવાનું છે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો શમીનું નામ આ યાદીમાં નહીં હોય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version