ઉના તાલુકા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં નાની ચલણી નોટો અને સિક્કાઓની તીવ્ર અછત સર્જાતા રોજિંદી લેવડ-દેવડ ઠપ્પ થઈ ગઈ છે.રૂૂ. 5,10, 20 અને 50ની ચલણી નોટો બજારમાંથી ગાયબ થઈ જતાં નાના-મોટા વેપારીઓ તેમજ સામાન્ય ગ્રાહકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.
સ્થિતિ એટલી વિકટ બનીછે કે રૂા. 5,10અને20નાસિક્કા પણ મળવા મુશ્કેલ બન્યા છે. છૂટા પૈસાના અભાવે દુકાનદારોએ ગ્રાહકોને પરત ચોકલેટ કે ટોફી આપી છૂટકારો મેળવવો પડે છે.ઘણીવાર તો છૂટા ન હોવાથી વેપાર જ ન થાય અને ગ્રાહક ખાલી હાથે પાછો ફરે છે. ઉના શહેર ઉપરાંત તાલુકા ના ગ્રામિણ વિસ્તારો સહિત ના આસપાસના ગામડાઓમાં નાની ચલણી નોટો ની અછત વધુ વરતાય છે.ખેડૂતો, મજૂરો અને નાના ફેરિયાઓને રોજના વ્યવહારમાં સૌથી વધુ મુશ્કેલી પડી રહી છે.બસ ભાડું,ચા-પાણી, શાકભાજી જેવા નાના વ્યવહારો માટે પણ લોકોએ રૂૂ. 100 કે 500ની નોટ લઈને રખડવું પડે છે.
ઉના વેપારી મંડળના પ્રમુખ ઈસુ જેઠવાનીએ આ ગંભીર સમસ્યા અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે નાની ચલણી નોટો અને સિક્કાની અછતને કારણે વેપાર પર સીધી અસર પડીરહી છે.બેંકોમાં પણ માંગણી કરતા પૂરતા પ્રમાણમાં છૂટા મળતા નથી. તંત્ર એ તાત્કાલિક છઇઈં અને લીડ બેંકમાં રજૂઆત કરી આ સમસ્યાનો ઉકેલ લાવવો જોઈએ. શહેરી વિસ્તારોમાં લોકો ડિજિટલ પેમેન્ટનો વિકલ્પ અપનાવી રહ્યા છે, પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં નેટવર્કની સમસ્યા અને ડિજિટલ સાક્ષરતાના અભાવે ઞઙઈં કે કાર્ડ પેમેન્ટ શક્ય બનતું નથી.પરિણામે રોકડ વ્યવહાર પર આધારિત નાના વેપારીઓની હાલત કફોડી બની છે. લોકમાંગ છે કે જિલ્લા વહીવટી તંત્ર અને બેંક અધિકારીઓ આ સમસ્યાને ગંભીરતાથી લઈ તાત્કાલિક ધોરણે બેંકોની શાખાઓમાં રૂૂ. 5,10, 20નીનોટો અને સિક્કાનો પૂરતો પુરવઠો ઉપલબ્ધ કરાવે, જેથી સામાન્ય જનજીવન અને વેપાર પૂર્વવત થઈ શકે.
