ગુજરાત

રેલનગરમાં સાત કરોડની સરકારી જમીન પરથી ચા અને પાનની દુકાનોનું ડિમોલિશન

Published

on

1500 ચોરસ મીટર સરકારી જમીન પરથી દબાણ હટાવતા મામલતદાર

રાજકોટ જિલ્લા કલેકટર પ્રભાવ જોશીની સૂચનાથી શહેરના રેલનગર વિસ્તાર સરવૈયા ચોક નજીક પૂર્વ મામલતદાર દ્વારા સરકારી જમીન પર કરવામાં આવેલ દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. શહેરના પૂર્વ વિસ્તારના રેવન્યુ સર્વે નંબર 609 પૈકી ટી. પી. સ્કીમ નંબર 23 ના એફ.પી. નંબ ર 34/2 પર આવેલી સરકારી જમીન ચો.મી. 1500 ઊપર આવેલ બિનઅધિકૃત બાંધકામ દૂર કરવામાં આવ્યું હતું. ડિમોલેશન હાથ ધરવામાં આવેલી જમીનની અંદાજિત કિંમત 7.5 કરોડ જેવી થાય છે.


મામલતદાર દ્વારા નોટિસ આપ્યા બાદ બાંધકામ દૂર ન કરતા આજરોજ મામલતદાર એસ.જે. ચાવડા, સર્કલ ઓફિસર સત્યમ શેરસીયા, તલાટી ગ્રુપ-11 ધારાબેન વ્યાસએ પ્રનગર પીએસઆઇ જાનકીબા જાડેજાની હાજરીમાં દબાણ દૂર કરવામાં આવ્યું. આ સરકારી જમીન ઉપર ખેતલાઆપા ટી સ્ટોલ, ખેતલાઆપા પાન સેન્ટરની પાકી દુકાન અને ચા માટે પાકું બાંધકામ તેમજ બાલાજી સીઝન સ્ટોર નામે ચાલતો ટેમ્પરરી સ્ટ્રક્ચર દબાણ દૂર કરવામાં આવ્યું હતું. ચો.મી. 1500 ઊપર આવેલ બિનઅધિકૃત બાંધકામ દૂર કરવામાં આવ્યું હતું. ડિમોલેશન હાથ ધરવામાં આવેલી જમીનની અંદાજિત કિંમત 7.5 કરોડ જેવી થાય છે. ડિમોલેશન બાદ સરકારે જમીન પર ફ્રેસિગ કામગીરી હાથ ધરવામાં આવશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version