લગ્ન પ્રસંગમાં જુગાર રમતા ક્ધયાના પિતા સહિત સાત ખેલૈયા ઝડપાયા

શહેરના રામનાથપરામાં આવેલા મેમણ જમાતખાનામાં દીકરીના લગ્ન પ્રસંગે જુગાર રમતા પિતા સહિત સાત શખ્સોની પોલીસે ધરપકડ કરી છે.એ ડીવીઝન પોલીસના હેડ કોન્સ્ટેબલ કરણભાઈ જીતેન્દ્રભાઈ વીરસોડીયા…

શહેરના રામનાથપરામાં આવેલા મેમણ જમાતખાનામાં દીકરીના લગ્ન પ્રસંગે જુગાર રમતા પિતા સહિત સાત શખ્સોની પોલીસે ધરપકડ કરી છે.એ ડીવીઝન પોલીસના હેડ કોન્સ્ટેબલ કરણભાઈ જીતેન્દ્રભાઈ વીરસોડીયા અને પીએસઆઇ એસ.એમ. રાણા પેટ્રોલિંગમાં હતા, ત્યારે તેમને ખાનગી રાહે સચોટ બાતમી મળી હતી કે રામનાથપરા મેઇન રોડ પાસે આવેલા મેમણ જમાતખાના હોલના ઉપરના માળે જુગાર ચાલી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે પંચોની હાજરીમાં કાયદેસરની કાર્યવાહી કરી રાત્રિના આશરે 2:55 વાગ્યે દરોડો પાડ્યો હતો.તપાસ દરમિયાન સ્થળ પર સાત શખ્સો ગોળ કુંડાળું વળીને ગંજીપતાના પાના વડે હાર-જીતનો તીન પત્તીનો જુગાર રમતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા.

પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે મુખ્ય આરોપી ફિરોજ હારૂૂનભાઇ લંઘાએ પોતાની દીકરીના લગ્ન હોવાથી આ હોલ ભાડે રાખ્યો હતો. તેની સાથે અન્ય આરોપીઓ જેમાં અરબાઝ રફીકભાઇ ફુફાર, દાનિશ યુનુસભાઇ માકડાં, અશરફભાઇ રજાકભાઈ વિચાંણી, સોયબ યુનુસભાઇ કાલાવડીયા, અમીનભાઇ ઇકબાલભાઇ ઇસાણી અને સાજીદ અનવરભાઇ વિછીંનો સમાવેશ થાય છે. આ તમામ શખ્સો પાસેથી વ્યક્તિગત જડતી અને પટ્ટમાંથી મળીને કુલ 14,840/- રૂૂપિયાની રોકડ રકમ તેમજ 52 ગંજીપતાના પાના કબજે કરવામાં આવ્યા છે.પોલીસે આ તમામ સાત આરોપીઓ વિરુદ્ધ જુગાર અટકાયતી અધિનિયમની કલમ 4 અને 5 મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય દરોડામાં કુવાડવા રોડ માલીયાસણ બાયપાસ સરકાર રોડલાઇન્સ દુકાન પાસે જાહેરમાં અમુક શખ્સો તીનપતીનો જુગાર રમી રહ્યા છે.આ બાતમીના આધારે પંચોને સાથે રાખી રાત્રે દરોડો પાડતા સ્થળ પરથી મોસીનભાઇ ગુલાબભાઇ પઠાણ, ફિરોજશા જમાલશા શાહમદાર, રફીકભાઈ ગભરુભાઇ ખિલાશી, અલ્તાફભાઈ અકબરભાઈ કંડીયા, યુસુફભાઇ ઇસ્માઇલભાઇ ગાહા અને નિઝામભાઈ મામદહુસેન ધુક્કર નામના શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ પાસેથી અને પટમાંથી કુલ રૂૂ. 21,360ની રોકડ રકમ તથા ગંજીપાનાના 52 પાના કબજે કરવામાં આવ્યા છે.