ભોજલરામ સોસાયટી નજીક જુગાર રમતા બે વેપારી સહિત સાત ઝડપાયા

પીસીબીની ટીમે દરોડો પાડી 44 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો શહેરનાં કોઠારીયા મેઇન રોડ ભોજલરામ સોસાયટી મેઇન રોડ પર દામજીભાઇનાં મકાનમા જુગાર રમાતો હોવાની બાતમીને આધારે…

પીસીબીની ટીમે દરોડો પાડી 44 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો

શહેરનાં કોઠારીયા મેઇન રોડ ભોજલરામ સોસાયટી મેઇન રોડ પર દામજીભાઇનાં મકાનમા જુગાર રમાતો હોવાની બાતમીને આધારે પીસીબીએ દરોડો પાડી જુગાર રમતા બે વેપારી સહીત સાતને પકડી રૂ. 44850 નાં મુદામાલ સાથે ઝડપી લીધા હતા આ મામલે ભકિતનગર પોલીસમા ગુનો નોંધાયો હતો .

બનાવની વધુ વિગતો ઉસાર ભોજલરામ સોસાયટીનાં મકાનમા જુગાર રમાતો હોવાની બાતમી મળતા પીસીબીનાં એએસઆઇ મહીપાલસિંહ ઝાલા અને સ્ટાફે દરોડો પાડી જુગાર રમતા દામાજી કાલા સીરોયા, અભિષેક ચમનભાઇ નીભાવત, કૌશિક ગોરધનભાઇ ખુંટ, અમીત હેમરાજભાઇ સોજીત્રા, મહિપત પોપટભાઇ ડોડીયા, ભરત માવજીભાઇ સાકરીયા અને ઘનશ્યામ વજુભાઇ જળુને પકડી રૂ. 44850 નો મુદામાલ જપ્ત કર્યો હતો.
આ જુગારનાં દરોડામા પકડાયેલા અમીત સોજીત્રા અને ભરત સાકરીયા બંને વેપારી હોવાનુ જાણવા મળી રહયુ છે.