વધુ નફો કમાવાની લાલચમાં નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં કરતા વેપારીઓ સામે રાજકોટ મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સકંજો વધુ કડક કરવામાં આવ્યો છે. ખાધ્ય પદાર્થોમાં ભેળસેળ અને અસ્વચ્છતા આચરતા ધંધાર્થીઓ સામે નિવાસી અધિક કલેક્ટર દ્વારા ફૂડ એન્ડ સેફ્ટી એક્ટ અંતર્ગત એક લાલ આશ્ચર્યરૂૂપ મોટી કાર્યવાહી કરવામાં આવી છે, જેના ભાગરૂૂપે શહેરના જુદા-જુદા વિસ્તારોમાંથી લેવાયેલા નમૂના ફેલ જતાં અને ગંદકીના સામ્રાજ્ય વચ્ચે ખાદ્ય ચીજોનું વેચાણ કરતાં કુલ સાત ધંધાર્થીઓને અધધ દંડ ફટકારવામાં આવ્યો છે.
શહેરના વિવિધ સ્થળોએથી ખાદ્ય સુરક્ષા અધિકારીઓ દ્વારા અગાઉ ફૂડ સેમ્પલ એકત્રિત કરવામાં આવ્યા હતા, જેમાંથી મોટાભાગના સેમ્પલ લેબોરેટરી ચકાસણી દરમિયાન અસુરક્ષિત અને સબ-સ્ટાન્ડર્ડ સાબિત થયા હતા. તંત્રની આ કડક કાર્યવાહીથી અસ્વચ્છ વાતાવરણમાં ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતા વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
શહેરના પરા બજાર અને કુવાડવા રોડ વિસ્તારમાં અત્યંત ગંદકી તેમજ અસ્વચ્છ પરિસ્થિતિ વચ્ચે કોઈપણ પ્રકારની મંજૂરી કે વગર સ્ટેમ્પવાળું માંસ, મટન અને ચિકનનું વેચાણ કરવામાં આવી રહ્યું હોવાની વહીવટી તંત્રને વ્યાપક ફરિયાદો મળી હતી. આ મામલે કલેક્ટર તંત્ર દ્વારા દરોડા પાડીને કુલ 7 વેપારીઓ સામે કાયદેસરની ધોંસ બોલાવવામાં આવી છે.
જેમાંથી પરા બજારના કૃષ્ણપરા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે અને અસ્વચ્છ માહોલમાં મટન-ચિકનનું વેચાણ કરતા 7 વેપારીઓને પ્રત્યેકને રૂૂપિયા 10,000 લેખે કુલ રૂૂપિયા 70,000 નો દંડ ફટકારવામાં આવ્યો છે. જયારે 1. ઇકબાલભાઇ યુસુફભાઇ ચૌહાણ (નસીબ મટન શોપ, કૃષ્ણપરા, પરા બજાર, રાજકોટ) – રૂૂ. 10,000, 2. રફીકભાઇ બચુભાઇ માંડલીયા (અજમેરી ચીકન શોપ, કૃષ્ણપરા, પરા બજાર, રાજકોટ) – રૂૂ. 10,000, 3. સલીમ અહેમદભાઇ ચૌહાણ (47 મટન શોપ, કૃષ્ણપરા, પરા બજાર, રાજકોટ) – રૂૂ. 10,000, 4. ઉમરભાઇ રહેમાનભાઇ કાછોટીયા (કાછોટીયા મટન શોપ, કૃષ્ણપરા, પરા બજાર, રાજકોટ) – રૂૂ. 10,000, 5. અબ્દુલભાઇ સિતારભાઇ આબદાણી / ઇસ્માઇલભાઇ આબદાણી (કૃષ્ણપરા, પરા બજાર, રાજકોટ) – રૂૂ. 10,000, 6. યુસુફ ગનીભાઇ જસરાયા (નાઝનીન ફીશ શોપ, કૃષ્ણપરા, પરા બજાર, રાજકોટ) – રૂૂ. 10,000, 7. શકીર અબ્બાસભાઇ (કૃષ્ણપરા, પરા બજાર, રાજકોટ) – રૂૂ. 10,000 દંડ ફટકારાયો છે. તંત્ર દ્વારા કરવામાં આવેલી આ અચાનક અને કડક કાર્યવાહીના પગલે રાજકોટ શહેરના અન્ય ખાણીપીણીના ધંધાર્થીઓ અને નોન-વેજ વેચતા દુકાનદારોમાં ભારે દોડધામ મચી ગઈ છે.
